OMG! આકાશમાં ત્રણ કૃત્રિમ ‘ચંદ્ર’થી પૃથ્વી થશે રોશન..!

બીજિંગ: ચીન અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ ૨૦૨૨ સુધી ચીન અંતરિક્ષમાં ત્રણ કૃત્રિમ ચંદ્ર લોન્ચ કરશે. ૨૦૨૦ સુધી આ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. કૃત્રિમ ચંદ્ર કાચમાંથી બનેલા ઉપગ્રહ હશે. જેને ટકરાઈને સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચશે.

એક અધિકારીએ જણાવ્યું કે યોજના સાથે જોડાયેલા તમામ ટેકનિકલ પડકારો ૨૦૧૦ સુધી પૂર્ણ કરી લેવાશે. કૃત્રિમ ઉપગ્રહો ૩૬૦ ડિગ્રીની કક્ષામાં એવી રીતે વહેંચાશે કે પ્રત્યેક ક્ષેત્રને ૨૪ કલાક રોશન રાખી શકાશે.

આ ચાંદ ર૦ર૦માં સિચુઆન પ્રાંતના ચેંગડુમાં જમીનથી ૮૦ કિ.મી. ઊંચાઇ પર સ્થાપિત કરાશે. ઊંચાઇ ઓછી હોવાથી આ આર્ટિફિશિયલ ચાંદ અસલી ચાંદ કરતાં આઠ ગણા વધુ ચમકદાર હશે.

ચેંગડુ એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી માઇક્રો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન વુ ચૂનફેન્ડના જણાવ્યા મુુજબ આર્ટિફિશિયલ ચાંદથી સ્ટ્રીટલાઇન ન હોવાની સમસ્યા પણ ખતમ થશે. આ ચાંદની રોશની સ્ટ્રીટલાઇટનું કામ કરશે.

વુુના જણાવ્યા મુજબ આર્ટિફિશિયલ મૂનથી ૮૦ કિ.મી.ના વિસ્તારમાં રોશની થઇ શકશે. આ ટેકનિક પર વર્ષોથી કામ થઇ રહ્યું છે અને હવે તો આ પ્રોજેક્ટ પૂરો પણ થવા આવ્યો છે. આર્ટિફિશિયલ મૂનને લઇ કેટલાક લોકોમાં થોડી ચિંતાઓ પણ છે. તેમનું કહેવું છે કે આ રોશનીથી જાનવર પર ખરાબ અસર પડશે.

You might also like