Categories: Gujarat

ઈ-મેમોના છબરડા માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

અમદાવાદ: ટ્રાફિક નિયમના ભંગ બદલ હવે સ્થળ દંડની જગ્યાએ ટ્રાફિક પોલીસે લોકોને ઇ-મેમો ફટકારવાનું નક્કી કર્યુ છે. શહેરમાં લાગેલા રર૬ સીસીટીવી કેમરા અને અમદાવાદ ટ્રાફિક પોલીસ એપ દ્વારા મોબાઇલથી ફોટો પાડી ઇ-મેમો આપવામાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. છબરડાના કારણે લોકોને મુશ્કેલી પડતાં હવે ટ્રાફિક પોલીસને લોકો ભૂલ ભરેલાં ઇ-મેમો માહિતી ઇ-મેલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ આવા ઇ-મેમોને ડિસ્કાર્ડ કરી દેશે. પોલીસે અત્યાર સુધીમાં ૧૦ લાખ ઇ-મેમોમાંથી પ૬૮૮ ઇ-મેમો ડિસ્કાર્ડ કર્યા છે.

કેમેરા દ્વારા CSITMS પ્રોજેકટ હેઠળ ઇ-ચલણ લોકોને મોકલવામાં આવે છે. ટ્રાફિક પોલીસને રોજનાં પ૦૦૦ જેટલાં ઇ-મેમો ઇશ્યૂ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં ટેકનિકલ અને હ્યુમન ભૂલને કારણે કારચાલકને હેલ્મેટ વગરનો ઇ-મેમો મોકલી આપવામાં આપે છે. એક જ ફોટા પર ત્રણ વખત ઇ-મેમો ઇશ્યૂ થઇ જાય છે. આવી અનેક ભૂલો સામે આવતાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ટ્રાફિક પોલીસની ભૂલના કારણે લોકોને તકલીફો સહન કરવાની આજતાં ટ્રાફિક પોલીસે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. પોલીસ આવા ભૂલ ભરેલા ઇ-મેમોને ડિસ્કાર્ડ કરી રહી છે.

જો તમારા ત્યાં ટ્રાફિક પોલીસ ભૂલવાળો ઇ-મેમો આવે તો હવે તમે તેને ટ્રાફિક પોલીસના ઇ-મેલ આઇડી adcp-traffic-ahd@gujarat.gov.in પર માહિતી સાથે ભૂલવાળો ઇ-મેમો એટેચ કરી મોકલી શકો છો જેથી પોલીસ આવા ઇ-મેમોને ડિસ્કાર્ડ કરી દેશે. ટ્રાફિક ઇન્ચાર્જ જે.સી.પી. ડો.સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે ટેકનિકલ કે અન્ય કારણોસર ભૂલવાળા ઇ-મેમોને ડિસ્કાર્ડ કરી દેવાયા છે. અત્યાર સુધીમાં ૧૦ લાખ મેમોમાંથી પ૬૮૮ જેટલા ઇ-મેમો ડિસ્કાર્ડ કરી દેવાયા છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

9 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

14 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

17 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

23 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

47 mins ago

પીટર મુખરજી સાથે છૂટાછેડાના બદલે ઈન્દ્રાણીએ જ્વેલરી અને ફર્નિચર માગ્યાં

મુંબઇ: હાઇપ્રોફાઇલ શીના બોરા હત્યાકાંડમાં જેલની સજા ભોગવી રહેલાં પતિ-પત્ની પીટર મુખરજી અને ઇન્દ્રાણીએ આખરે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી…

51 mins ago