Categories: Gujarat

ITના ઈ-મેઈલનો રિપ્લાય કર્યો ને ખાતામાંથી ૨.૧૦ લાખ ઉપડી ગયા

અમદાવાદ: બોપલના સ્ટર્લિંગ સિટીમાં રહેતા અને ચાંગોદરની કંપનીના સિનિયર મેનેજરને રિફંડ કલેમ અંગે આવેલા ઈ-મેઇલમાં આવકવેરા ખાતાના પેજમાં પોતાના બેન્કની માહિતી આપતાં બીજા દિવસે ખાતામાંથી રૂ. ૨.૧૦ લાખ ઉપડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે બોપલ પોલીસે અજાણી વ્યક્તિ સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સિટીમાં રહેતા શુભાશિષ પૌલ ચૌધરી ચાંગોદરની ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓના ઈ-મેઇલ આઈડી પર ગત ગુરુવારે noreplay@incometaxofindiafilling.com પરથી ઈ-મેઈલ આવ્યો હતો. આ ઇમેલમાં રૂ. ૧૪.૪૮ લાખના રિફંડ ક્લેમ અંગેની રિકવેસ્ટ આવી હતી. આ રિકવેસ્ટમાં તેઓએ સબમિટ કરતાં આવકવેરા ખાતાનું એક પેજ ખૂલ્યું હતું. જેમાં તેઓના બેન્કના ખાતાની માહિતી માગી હતી. શુભાશિષે પોતાના એક્સિસ બેન્કના ખાતાની માહિતી આપી હતી. તેઓના મોબાઇલમાં ઈન્ટરનેટ બેન્કિંગનું લોગ ઇન પેજ ખૂલ્યું હતું તેઓએ ફોનમાં લોગ ઈન આઇડી અને પાસવર્ડ નાખ્યો હતો.

મોબાઇલ ફોનમાં એક્સિસ બેન્ક ટેક્સ રિફંડનું પેજ ખૂલ્યું હતું. જેમાં બેન્ક એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ, પાન નંબર, આધાર નંબર સહિતની માહિતી માગવામાં આવી હતી. જેથી તેઓએ આ તમામ માહિતી આપતાં મોબાઈલમાં AD- ITDEPT પરથી મેસેજ આવ્યો હતો? જેમાં મોબાઈલ વેરિફિકેશન સર્ટિફિકેટની લિંક આવી હતી. જે ખોલતાં એક એપ ઇન્સ્ટોલ થઇ થઇ હતી અને મોબાઈલ વેરિફિકેશન થયેલું લખાણ આવી બંધ થઇ ગયું હતું.

બીજા દિવસે સવારે શુભાશિષના મોબાઈલમાં એક્સિસ બેન્કના ખાતામાં પાંચ અલગ અલગ રકમના ટ્રાન્ઝેક્શનનાં મેસેજ આવ્યા હતા. જેમાં ૫૦ હજારના બે ૪૯,૯૦૦ના બે અને એક ૧૧ હજારનું મળી કુલ રૂ. ૨.૧૦ લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું. એકાએક મોબાઈલ પણ ઑટોમેટિક સાઇલન્ટ અને હેન્ગ પણ થઇ ગયો હતો. આ અંગે શુભાશિષે બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરતાં તેઓને જાણવા મળ્યું હતું કે ઇન્ટરનેટ બેન્કિંગથી ચાર ટ્રાન્ઝેકશન થયાં છે જ્યારે એક ટ્રાન્ઝેકશન એટીએમ કાર્ડ થયું હતું. પોતાની જાણ બહાર ટ્રાન્ઝેકશન થતાં તેઓએ પોતાનું એટીએમ કાર્ડ બંધ કરાવી દીધું હતું. અજાણી વ્યક્તિએ ઈન્ટરનેટ બેન્કિંગથી ખાતામાંથી રૂ. ૨.૧૦ લાખ ઉપાડી લીધા હોઈ આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અવારનવાર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ દ્વારા લોકોને અજાણ્યા ઇ-મેઇલ આઇડી ઉપરથી આવતાં મેઇલ તેમજ કોઇપણ પ્રકારના બેન્કમાંથી આવતાં ફોન પર પોતાની બેન્ક એકાઉન્ટની તેમજ ખાનગી માહિતી ન આપવામાં જણાવવામાં આવે છે. છતાં લોકો પોતાની બેન્ક એકાઉન્ટની માહિતી આપી દેતાં બેન્ક ખાતામાંથી લાખોની રકમ ઉપડી જાય છે અને લોકો છેતરપિંડીનો ભોગ બને છે. બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો ક્યારેય કોઇ પણ બેન્ક દ્વારા ફોન કરી માગવામાં આવતી નથી છતાં લોકો ફોન ઉપર માહિતી આપી દે છે અને છેતરપિંડીનો ભોગ બને છે બેન્ક દ્વારા જણાવવામાં આવે છે કે બેન્ક સાથે ક્રોસ ચેક કરી કોઇ પણ માહિતી પૂરી પાડવી પરંતુ લોકો તેને ધ્યાને ન લેતા આવા કિસ્સા આવે છે. આવકવેરા ખાતા દ્વારા મેઈલ કરી અને માહિતી માગવામાં આવી હોય અને બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી ગયાના કિસ્સા બની ગયા છે જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

divyesh

Recent Posts

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

36 mins ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

1 hour ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

2 hours ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

3 hours ago

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગરઃ નોર્થ કશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર સેના, એસઓજી…

3 hours ago

‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ દર્દીઓ લાભાન્વિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કર્યાના ર૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેએવાય) મોદીકેર…

4 hours ago