VIDEO: ટ્રાફિક નિયમોનું કરજો પાલન, રાજ્યભરમાં ફરી શરૂ થઇ ગયા ઇ-મેમો

રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં ઇ-મેમો બંધ કરી દેવામાં આવ્યા હતા, જોકે આજથી (15 એપ્રિલ) રાજ્યભરમાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ઇ-મેમોનો આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે હેઠળ ટ્રાફિક વિભાગ દ્વારા CCTV કેમેરા દ્વારા મોનટરિંગ કરવામાં આવશે. હાલમાં શહેરના 63 જેટલા જંક્શનો પર 1320 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

ટ્રાફિક વિભાગની કડક સૂચનાના પગલે ટ્રાફિલ પોલીસ કર્મચારીઓને રોજના 6000 ઇ-મેમો ઇશ્યૂ કરશે.ઈ-મેમોમાં સૌથી ઓછો દંડ હેલ્મેટ ના પહેરવા બદર 100 રૂ. હશે. જો કે, કેટલાક વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોવાથી ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરનારાઓ માટે સૌથી વધુ રૂ. 1000નો દંડ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ટ્રાફિક નિયમોના ભંગના કારણે રોડ-અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોની જાનહાનિ નિવારવા માટે ઈ-ચલણ મેમોની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કેટલાક ટેકનીકલ કારણોસર તેને બંધ કરી દેવાઈ હતી. હવે તે આજથી એટલે કે ૧5મી એપ્રિલ, 2016 થી જ રાજ્યભરમાં CCTV કેમેરાની મદદ લેવાશે અને ઈ-ચલણ મેમો આપવાનો પ્રારંભ કરાશે.

આ સાથે જ જો ઇ-મેમોમાં કોઇ પણ ભૂલ હશે તો નાગરિકો ટ્રાફિક બ્રાન્ચને ઇ-મેલ, WhatsApp અથવા તો પત્ર લખીને ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ સીનિયર અધિકારીઓ સુધી પહોંચશે.

You might also like