VIDEO: અમે બીજી વખત કામ કરવા પણ કટિબદ્વઃ નીતિન પટેલ

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ આ ચૂંટણીમાં ફરીથી ભાજપનો વિજય થતાં રાજ્યનાં મુખ્યમંત્રી પદને લઇ અવનવા નામો સામે આવી રહ્યાં હતાં. જેમાં ફરીથી “જય-વિરૂ”ની જોડી નક્કી થઇ ગઇ છે. કમલમ્ ખાતે ધારાસભ્યોનાં દળની મુખ્યમંત્રીનાં નામને લઇ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વિજય રૂપાણીની ફરીથી ગુજરાતનાં સીએમ તરીકે પસંદગી કરાઇ છે અને ડે.સીએમ તરીકે નીતિન પટેલની પસંદગી કરાઇ છે. એટલે કે ફરીથી વિજય રૂપાણી રાજ્યનાં મુખ્યમંત્રી બન્યાં છે. તેમજ નીતિન પટેલને પણ ડે.સીએમનાં પદે યથાવત્ રખાયાં છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિજય રૂપાણીનાં નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે વિજય રૂપાણી ફરીથી સીએમ બનતાં રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવાં મળ્યો. ભાજપનાં નિર્ણયને કાર્યકર્તાઓએ વધાવ્યો. રાજકોટ ભાજપનાં કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી
પણ કરી.

બેઠકમાં શાસકપક્ષનાં નેતા ચૂંટાયા બાદ વિજય રૂપાણી અને નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે,”ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠકમાં વિજય રૂપાણીનાં નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જે મુદ્દે તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.

અમે બીજી વખત કામ-સેવા કરવા પણ કટિબદ્વ છીએ. 49 ટકા મત આપી જનતાએ ભાજપને વિજય અપાવ્યો છે. ભાજપની સરકારે ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાંખ્યો છે. અમારી નવી સરકારને કામગીરીનો વધુ લાભ પ્રાપ્ત થશે. જનતાની જરૂરિયાતો પણ અમે પૂર્ણ કરીશું.

ભાજપની સરકાર લોકોની પોતાની સરકાર છે તેવું વાતાવરણ અમે ઉભું કરીશું. નેતાનો ઠરાવ રાજ્યપાલને આપીશું. આજથી ગુજરાતમાં ફરીથી શુભ શરૂઆત થશે. મને વિશ્વાસ છે કે સરકારની સક્રિયતા કામ લાગશે.”

You might also like