VIDEO: દ્રારકાનાં જામ સલાયા ખાતે જૂથ અથડામણ, 3 લોકો ઇજાગ્રસ્ત

દ્વારકા: જિલ્લાનાં જામ સલાયા ખાતે ફરીથી બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં બંને જૂથો સામસામે આવી જતાં બંને પક્ષેથી લોકો દ્વારા એકબીજા પર લાકડીથી પ્રહાર કરવામાં આવ્યાં હતાં તેમજ એકબીજાને સામ સામે તેઓ ઢોર રીતે માર મારતા નજરે ચડતા જોવા મળ્યાં હતાં. જાહેર રસ્તા પર એકબીજા પર હુમલા કરતા નજરે પડ્યાં હતાં.

જો કે એ પણ વિચારવા જેવી બાબત છે કે સલાયામાં બનતી વારંવારની આવી ઘટનાને લઇને કાયદા સામે પણ કેટલાંક પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ હાલમાં તો ગામમાં તણાવયુક્ત આ પરિસ્થિતિને થાળે પાડી દેવામાં આવી છે. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયાં છે કે જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવેલ છે.

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ આવી ઘટનાઓ ઘણી બધી વાર સલાયામાં સર્જાઇ હોવાંને લીધે કાયદા સામે પણ કેટલાંક પ્રશ્નો ઊભા થાય છે કે શા માટે હજી સુધી કાયદાકીય રીતે આ મામલે કડક કાર્યવાહી કરવામાં નથી આવી. આ ઉપરાંત આવી ઘટનાઓ પણ શા માટે સર્જાતી હોય છે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે.

જ્યારે જ્યારે ગામમાં આવી તણાવયુક્ત પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કોઇને કોઇ ઇજાગ્રસ્ત થયાં હોવાનું તો જરૂરથી સામે આવતું હોય છે. ત્યારે આ વખતે પણ આ અથડામણમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયાં છે કે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

You might also like