ચાર વર્ષમાં નાગરિકોને રૂ.14 કરોડથી વધુ કિંમતનાં ડસ્ટ‌િબનનું વિતરણ કરાયું

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત સોમવારથી નાગરિકો પાસેથી ડોર ટુ ડોર હેઠળ માત્ર સૂકો અને ભીનો કચરો લેવાતો હોઇ તંત્રના આ નવતર અભિયાનને એક તરફ જાગૃ‌ત નાગરિકોએ આવકાર્યું છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં કચરાને અલગ પાડીને આપવા માટે ડસ્ટ‌િબનની માગણી ઊઠી છે, પરંતુ નાગરિકોને છેલ્લાં ચાર વર્ષમાં રૂ.૧૪ કરોડથી વધુની કિંમતનાં ડસ્ટ‌િબનનું વિતરણ કરાયું હોવાનું સત્તાધીશોના સત્તાવાર આંકડાથી જાણવા મળ્યું છે.

શહેરમાં સંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરના સ્વબજેટના નાણાં તેમજ કોર્પોરેશનના જનરલ બજેટથી નાગરિકોને વિવિધ ક્ષમતાના ડસ્ટ‌િબન ફાળવાઇ રહ્યાં છે. કેટલાક વિસ્તારમાં આજે પણ ડસ્ટ‌િબન ફાળવવાની માગણી ઊઠતી હોઇ શાસકોએ હવે પછી તંત્ર ડસ્ટ‌િબન ફાળવશે નહીં તેવી જાહેરાત પણ કરી છે.

જોકે તંત્રના ડસ્ટ‌િબન ફાળવણીના આંકડા ભારે ચોંકાવનારા છે. ફક્ત વર્ષ ર૦૧પ-૧૬થી ચાલુ વર્ષના ગત તા.પ ડિસેમ્બર, ર૦૧૮ સુધીમાં કુલ રૂ.૧૪.૦૧ કરોડના ડસ્ટ‌િબનનું વિતરણ કરાયું છે, જેમાં વર્ષદીઠ ડસ્ટ‌િબન પાછળ કરાયેલા ખર્ચના આંકડા તપાસતાં ગત વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૪.૦૬ કરોડ, ગત વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૪.૩૬ કરોડ ગત વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.૩.૧૮ કરોડ અને ચાલુ વર્ષ ર૦૧૮-૧૯માં રૂ.ર.૪૦ કરોડ ડસ્ટ‌િબન માટે ખર્ચાયા છે.

નાગરિકોને તંત્ર તેમજ જનપ્રતિનિધિની ગ્રાન્ટમાંથી દશ લિટર, વીસ લિટર, પચાસ લિટર અને એંશી લિટર ક્ષમતાના ડસ્ટ‌િબન અપાયાં છે, જેની સત્તાવાર રીતે અપાયેલી માહિતી મુજબ ૧૦ લિટરના સૌથી વધુ પ.૬૬ લાખ, ર૦ લિટરના ૩૧,૮૭૬, પ૦ ‌િલટરના ૧૩,૮ર૩ અને ૮૦ લિટરના ર૪,૪૩૮ મળીને કુલ ૬,૩પ,૬૪૪ ડસ્ટ‌િબનનું શહેરીજનોમાં વિસ્તરણ કરાયું છે.

આ અંગે વધુ માહિતી આપતાં મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહ વધુમાં કહે છે અત્યારે જે ડસ્ટ‌િબનના ઓર્ડર મંજૂરીની પ્રક્રિયામાં છે તેને ખરીદીને નાગરિકોમાં વહેંચાશે, પરંતુ નવા ડસ્ટ‌િબનનો ઓર્ડર અપાશે નહીં. લોકોએ સ્વખર્ચે ડસ્ટ‌િબન લેવા પડશે.

અત્રે ઉલ્લેખની છે કે ગત તા.પ જૂન, ર૦૧૭ના વિશ્વ પર્યાવરણ દિવસે અગાઉના મેયર ગૌતમ શાહે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એક જ દિવસે શહેરમાં પચાસ હજાર ડસ્ટ‌િબનનું વિતરણ કર્યું હતું.

You might also like