Categories: Gujarat

ભૂવાનગરી બની કચરાનગરી!

અમદાવાદ: એક તરફ મ્યુનિ. સત્તાવાળાઓ સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકી રહ્યા છે. દરરોજ સ્વચ્છતા રાઉન્ડનાં નાટક ભજવાઇ રહ્યાં છે. ભારત સ્વચ્છતા મિશન હેઠળ મ્યુનિ. તિજોરીમાંથી લાખો રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે. આની સાથે સાથે ડોર ટુ ડમ્પની ભ્રષ્ટ કામગીરી તેમજ રોજિંદાં સફાઇ કર્મચારીઓનાં આંદોલનના પગલે ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન કચરાના ઢગલામાં ફેરવાયું છે. આ ઝોનના નાગરિકો કોર્પોરેશનમાં મર્જ થયા બાદથી ડગલે ને પગલે છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે.

વર્તમાન આંદોલનની સ્થિતિમાં સોસાયટીઓ અને રસ્તાઓ કચરાથી ઊભરાઇ રહ્યાં છે. નાગરિકોને કચરો ક્યાં ઠાલવવો તેની સૂઝ પડતી નથી. ભર ચોમાસાના માહોલમાં સમગ્ર વિસ્તાર મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં આવે તેવી ભીતિથી પ્રજામાં ફફડાટ ફેલાયો છે. પરંતુ તંત્ર તો રાબેતા મુજબ સબ સલામતની આલબેલ પોકારી રહ્યું છે.

નવા પશ્ચિમ ઝોનના વેજલપુર, સરખેજ, મક્તમપુરા, જોધપુર વોર્ડમાં ડોર ટુ ડમ્પની તેમજ રોડ-રસ્તા પરની સફાઇ કામગીરી ઠપ થઇ છે. ગુજરાત મઝદૂર સભા સંલગ્ન રોજિંદાં સફાઇ કર્મચારીઓએ ગત તા.રર ઓગસ્ટથી આંદોલનનું રણશિંગું ફૂંકતાં નાગરિકો તોબા પોકારી ઊઠ્યા છે. ભર ચોમાસામાં સોસાયટીઓનાં ડસ્ટબીન અને રોડ પરની કચરાપેટીઓ કચરાથી ઊભરાઇ રહી છે. કેટલાક વિસ્તારોમાં જાગૃત નાગરિકો જાતે સફાઇ કામગીરીમાં જોડાયા છે. બીજી તરફ રાબેતા મુજબ સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યો પોતપોતાના ઘરમાં પુરાઇ ગયા છે.

કોર્પોરેશનના કુલ છ ઝોન પૈકી નવા પશ્ચિમ ઝોનમાં આશ્ચર્યજનક રીતે એક પણ કાયમી સફાઇ કર્મચારી નથી. તમામ રપ૦૦થી વધુ સફાઇ કર્મચારીઓ રોજિંદા છે. દરરોજ રૂ.ર૯૦ના વેતન પર ફરજ બજાવતા આ કર્મચારીઓને ૧પ વર્ષથી કાયમી કરાયા નથી. બે વર્ષ પહેલાં પણ રોજિંદા કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ને હડતાળ પડી હતી. તાજેતરમાં ભાજપના શાસકોએ જૂન,ર૦૧૭થી તબક્કાવાર કોર્પોરેશનના કુલ આશરે ૬૦૦૦ રોજિંદા કર્મચારીઓ પૈકી આશરે ૧૬૦૦ રોજિંદા કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ધાર કર્યા છે. આ અંગે તંત્રે સરક્યુલર પણ બહાર પાડ્યો છે.

જો કે કોર્પોરેશન સરક્યુલરથી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોર્પોરેશનમાં નોકરમંડળ ભાજપ તરફી ગણાય છે નોકર મંડળે કોર્પોરેશનના સરક્યુલરનું સ્વાગત કર્યું છે બીજી તરફ યુનિયન ગુજરાત મઝદૂર સભા રોષે ભરાયું છે. ગુજરાત મઝદૂર સભાએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરતા સમગ્ર શહેરના રોજિંદા સફાઇ કર્મચારીઓ વધતા-ઓછા પ્રમાણમાં હડતાળમાં જોડાયા છે. પરંતુ સૌથી વધુ પ્રભાવિત નવા પશ્ચિમ ઝોન થયો છે. હડતાળિયા કર્મચારીઓને તત્કાળ ફરજ પર પણ જવા તંત્ર દ્વારા જે તે વોર્ડના મસ્ટર સ્ટેશન પર જાહેર નોટિસ પણ ચોંટાડાઇ છે પરંતુ એક પણ કર્મચારી ફરજ પર પરત ફર્યા નથી. આની સાથે સાથે પ૦થી વધુ તોફાની તત્ત્વો સામે પોલીસે અટકાયતી પગલાં લીધાં છે. જો કે ગુજરાત મઝદૂર સભાના પ્રમુખ અમરીષ પટેલ કહે છે, ‘અમારું આંદોલન પૂર્ણ પણે અહિંસક છે, પરંતુ વિરોધીઓ અમારી વિરુદ્ધ અપપ્રચાર કરે છે.’

મુઠ્ઠીભર તત્ત્વોએ નાગરિકોને બાનમાં લીધા છે:  હરેશ મકવાણા
નોકરમંડળના પ્રમુખ હરેશ મકવાણા કહે છે, ગુજરાત મઝદૂર સભા સાથે સંકળાયેલા મુઠ્ઠીભર તત્ત્વોએ નાગરિકોને બાનમાં મૂક્યા છે, પરંતુ અમારું યુનિયન રાત્રી સફાઇ કરાવીને પણ લોકોને રાહત આપી રહ્યું છે. નોકર મંડળ હડતાળમાં જોડાયું નથી. જિજ્ઞેશ મેવાણી સહિતના દલિત સમાજના અગ્રણીઓનો ટેકો મેળવીશુુંઃ અમરીષ પટેલ

ગુજરાત મજદૂર સભાના પ્રમુખ અમરીષ પટેલ કહે છે, આ ફક્ત ૬૦૦૦ રોજિંદા સફાઇ કર્મચારીઓને તબક્કાવાર કાયમી કરવાની સામેની લડાઇ નથી પરંતુ કોર્પોરેશન કાયમી કરીને પણ સરકારી ધારા ધોરણ મુજબનું વેતન, વારસદાર હક વગરે બાબતે અન્યાય કરવાનું હોઇ અમે સમગ્ર દલિત સમાજના જિજ્ઞેશ મેવાણી સહિતના અગ્રણીઓ પ્રગતિશીલ નાગરિકો વગેરેનો ટેકો મેળવીને આંદોલનનો આગળ વધારીશું. ટૂંક સમયમાં મ્યુનિ. મુખ્યાલયની બહાર આંદોલન કરીશું.

નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ હાથ ઊંચા કર્યા
નવા પશ્ચિમ ઝોનના ચાર વોર્ડમાં છેલ્લા ૮ દિવસથી કચરો ન ઉપાડાતો હોઇ લોકો તોબા પોકારી ઉઠ્યા છે. પરંતુ નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓને આ પ્રશ્નની ગંભીરતા હજુ પૂરેપૂરી સમજાઇ નથી. આ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેન્દ્ર શાહ સોઇ ઝાટકીને કહે છે આ મારો વિષય નથી. હેલ્થ વિભાગના ડે.કમિશનર અને ઝોનલ હેલ્થ ઓફિસનો આ વિષય છે. તમે એમને જ પૂછો! દરમ્યાન હેલ્થ વિભાગના ડે. મ્યુનિ. કમિશનર સી.આર. ખરસાણ અને નવા પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસ ડો.તેજસ શાહ ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.

કોર્પોરેશનને અગાઉથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાણ કરાઇ હતી
ગુજરાત મઝદૂર સભા દ્વારા રોજિંદા કર્મચારીઓના પ્રશ્ન બાબતે મ્યુનિ. સત્તાધીશોને દશ પંદર દિવસ પહેલા આવેદનપત્ર અપાયું હતું જેમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ અપાઇ હતી. જોકે સત્તાવાળાઓએ સમગ્ર બાબતને ભારે હળવાસથી લેતાં અત્યારે નાગરિકો બાનમાં મુકાયા છે.

આંદોલન પાછળના ક્યાં મુખ્ય કારણો છે?
૧૩૦૦ રોજીંદા કર્મચારીઓને જુન ર૦૧૭માં કાયમી કરવાને બદલે તમામ ૬૦૦૦ કર્મચારીઓને એકસાથે કાયમી કરવા. આ કર્મચારીઓને સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવું. વારસદારને નોકરી આપવી. પેન્શન તેમજ આંબેડકર આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપવું.

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

13 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

13 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

13 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

13 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

14 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

14 hours ago