જોધપુરમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી, વિશેષ વિમાન દ્વારા મુંબઇ લઇ જવાયા

બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચની તબિયત લથડી છે. આ અંગેની જાણકારી બીગ બીએ બ્લોગમાં આપી છે. બોલિવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મના શૂટિંગને લઇને રાજસ્થાનમાં હતા. તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે તેમને તબિયત ખરાબ લાગી રહી હતી.

જેના કારણે વિશેષ વિમાનમા મુંબઇ લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અમિતાભનું કોકિલાબેન હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

અમિતાભે બ્લોગમાં શુ લખ્યું ?
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે, સવારે 5 વાગે એક નવી સવારની શરૂઆત થઇ, કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે. આ એક કઠોર છે. મુશ્કેલી વગર સફળતા મળતી નથી. ઘણો સંઘર્ષ, નિરાશા અને દર્દ થાય, ત્યારે આપણી દરેક આશાઓ પૂર થાય છે. ક્યારેક થશે અને ક્યારેક નહી, જ્યારે તે ન રે ત્યારે આપણે ઘણું સારું કરવાની આવશ્યકતા છે.

You might also like