Categories: Gujarat

૧૮ લાખની નકલી નોટોનું પગેરું બાંગ્લાદેશમાં નીકળ્યું

અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામં‌િદર પાસેથી પકડાયેલી 18 લાખ રૂપિયાની નકલી નોટોની તપાસનો રેલો બાંગ્લાદેશ સુધી પહોંચ્યો છે. મુખ્ય એજન્ટને પકડવા માટે એસઓજીની ટીમે બાંગ્લાદેશ બોર્ડર ઉપર ધામા નાખ્યા છે ત્યારે આ બન્ને કેસોમાં અન લો ફુલ એ‌િક્ટ‌િવટી એક્ટ હેઠળની કલમનો ઉમેરો કરવા માટે એસઓજી ક્રાઇમે મેટ્રોપો‌િલટન કોર્ટમાં ‌િરપોર્ટ કર્યો હતો, જેમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અન લો ફુલ એ‌િક્ટ‌િવટીની કલમ ઉમેરાઇ છે
બે મહિના પહેલાં જીવરાજ મહેતા હોસ્પિટલ રોડ પરથી બાતમીના આધારે લતીફના સાગરીત મોહંમદ ઐયુબ ઉર્ફે બબ્બુ મોહંમદ સા‌િકરભાઇ શેખ (ઉ.વ. ૫૦, રહે. વા‌િરસ રો-હાઉસ, જુહાપુરા, મૂળ ઉત્તર પ્રદેશ)ને પકડી લેતાં ૫૦૦ના દરની ૯ નકલી નોટો મળી હતી. તેની પૂછપરછમાં વધુ એક કે‌િરયર મોહંમદ ઇશરાર મોહંમદ યા‌િસન દરજી (રહે. જોગાભાઇ એક્સ્ટેન ગલી, ‌િદલ્હી, મૂળ-ઉત્તર પ્રદેશ)ને અમદાવાદ રેલવે સ્ટેશનેથી પકડાયો હતો. તેની પાસેથી એસઓજીને ૧૦ લાખની નકલી નોટો મળી હતી.

આ સિવાય તાજેતરમાં શહેરના ગીતામંદિર પાસેથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચે રૂ.૮ લાખની નકલી નોટો સાથે બે સગાભાઇની ધરપકડ કરી હતી. નકલી નોટો ઘુસાડવાના ષડ્યંત્રના મામલે આરોપી રઇશ (રહે. મૂળ ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં બાતમીના આધારે રૂ.૧,૦૦૦ અને રૂ.પ,૦૦૦ના દરની કુલ રૂ.૮ લાખની કિંમતની નકલી નોટો સાથે મોફીકુલ ઉર્ફે રાહુલ શેખ (ઉં.વ. ર૦) અને શાહબુદ્દીન નઝરુલ શેખ (ઉં.વ. રપ બંને રહે. મૂળ ધાંસીપુર, કોલકાતા, પશ્ચિમ બંગાળ)ની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં પશ્ચિમ બંગાળના ધાંસીપુર ગામમાંથી નકલી ચલણી નોટોને દેશનાં સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ બન્ને અલગ અલગ કેસોમાં એક જ બનાવટની નોટો હોવાથી તેને ના‌િસક એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવી હતી, જેમાં ના‌િસક એફએસએલએ ચલણી નોટના ૧૪ સિક્યો‌િરટી સિમ્બોલમાંથી ૧૦ જેટલા સિમ્બોલ મળતા આવ્યા હોવાનો ચોંકાવનારો ‌િરપોર્ટ આપ્યો હતો. બન્ને કેસમાં અન લો ફુલ એ‌િક્ટ‌િવટીની કલમ ઉમેરવા માટે એસઓજી ક્રાઇમે મેટ્રો કોર્ટમાં ‌િરપોર્ટ કર્યો હતો, જે ‌િરપોર્ટના આધારે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અન લો ફુલ એ‌િક્ટ‌િવટીની કલમનો ઉમેરો થયો છે.

આ નકલી નોટો ઘુસાડવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર સલીમ બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. એસઓજીની એક ટીમ આરોપી સલીમને પકડવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપર પહોંચી છે ત્યારે ગુજરાત સહિતનાં અન્ય રાજ્યમાં નકલી નોટો ઘુસાડવાનું કાવતરું બાંગ્લાદેશનું હોય તેવું સામે આવ્યું છે.

એસઓજી ક્રાઇમના એસીપી બી.સી. સોલંકીએ જણાવ્યું છે કે ના‌િસક એફએસએલનો ‌િરપોર્ટ પો‌ઝ‌િટિવ આવ્યા પછી તમામ આરોપીઓ વિરુદ્ધમાં અન લો ફુલ એ‌િક્ટ‌િવટીની કલમનો ઉમેરો થયો છે ત્યારે સલીમ નામના માસ્ટરમાઇન્ડને પકડવા માટે એક ટીમ બાંગ્લાદેશ બોર્ડર ઉપર પહોંચી ગઇ છે. સલીમની ધરપકડ બાદ ઇન્ટનેશનલ રેકેટનો પર્દાફાશ તેવી શક્યતાઓ છે. આ સિવાય બાંગ્લાદેશ સાથે પ્રત્યર્પણ સં‌િધ નહીં હોવાના કારણે જરૂર પડશે તો રેડ કોર્નર નો‌િટસ ઇસ્યૂ પણ કરવામાં આવશે.

admin

Recent Posts

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

31 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

2 hours ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

2 hours ago