Ketchup ખાવાથી બાળકોને રહે છે આ બીમારીઓનું જોખમ

બાળકો મોટાભાગે ખાવામાં એવી ચીજો ખાવાનું પસંદ કરે છે જે એમના સ્વાસ્થ્ય માટે સારી રહેતી નથી. સવારે નાસ્તામાં પણ ટોસ્ટ, બર્ગર, સલાડ, બ્રેડ અને ફ્રાઇસ સાથે કેચઅપ ખાવાનું પસંદ કરે છે. જો કે દરેક ચીજવસ્તુઓ સાથે કેચઅપ ખાવો બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. મોટાભાગના લોકોને લાગે છે કે ટામેટાથી બનેલાના કારણે કેચઅપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ વધારે ઉપયોગ સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાંખે છે. તો ચલો જાણીએ કેચઅપ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

કેચઅપમાં ખાંડનું પ્રમાણ
મોટાભાગના લોકોને લાગે છે કે કેચઅપ બનાવવા માટે માત્ર ટામેટાનો ઉપયોગ થાય છે. પરંતુ તમારું એ વિચારવું ખૂબ ખોટું છે. કેચઅપમાં ખાંડનું પ્રમાણે 25 ટકા જેટલું હોય છે. કોમર્શિયસલ કેચઅપમાં ખૂબ વધારે ખાંડ હોવાને કારણે બાળકો માટે હાનિકારક હોય છે.

કેચઅપ સાથે પ્રેમ
આજકાલ બાળકો જ નહીં પરંતુ મોટાલોકા પણ સવારે નાસ્તામાં કેચઅપ ખાવાનું પસંદ કરે છે. એના કારણે બાળકોને પણ કેચઅપ ખાવાની ઇચ્છા થાય છે. પરંતુ કેચઅપ સાથે એટલો પ્રેમ તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. એના વધારે સેવનથી બાળકનું વજન પણ વધી શકે છે.

કેન્સરની સમસ્યા
કેચઅપમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેનાથી બાળકોને ઘણા પ્રકારકની બીમારીઓ થઇ શકે છે. સોડિયમ શરીરમાં જઇને ધીરે ધીરે કેન્સર સેલ્સને પ્રભાવિત કરે છે. જેનાથી મોટા થવા પર કેંસર જેવી બીમારીઓ પણ થઇ શકે છે. જો તમને કેચઅપ ખાવાની ટેવ પડી ગઇ છે તો તમે ઘરે બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.

ડાયાબિટીસ
કેચઅપમાં ફ્રૂક્ટોસ કોર્ન સિરપનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી બાળકોને ડાયાબિટીસથી લઇને મેદસ્વિતા સુધીની સમસ્યા થઇ શકે છે. એટલા માટે જો તમારા બાળકને કેચઅપ ખાવાની આદત પડી ગઇ હોય તો એને છોડાવી દો.

http://sambhaavnews.com/

You might also like