એફિલ ટાવર કરતાં પણ ઉંચી હોટલ દુબઈમાં બની, સૌથી ઉંચી બિલ્ડિંગ પણ દુબઈમાં!

દુનિયાની સૌથી ઉંચી હોટલ દુબઈમાં ખુલવા જઈ રહી છે. સોનાની ચમક ધરાવતી આ હોટલની ઉંચાઈ 356 મીટર છે. જો કે તેની પહેલા પણ હોટલ બનાવ્યાનો રેકોર્ડ દુબઈના નામે જ છે. વિશ્વની સૌથી ઉંચી ઈમારત પણ દુબઈમાં જ છે.

વિશ્વની સૌથી ઉંચી આ હોટલ 75 માળની રહેશે. આ હોટલ ગત જેડબલ્યૂ મેરિએટ માર્કિસ હોટલના રેકોર્ડ કરતાં માત્ર એક મીટર વધુ છે. દુબઈ વિશ્વમાં ઉંચી ઈમારતો માટે જાણીતું છે. વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પણ દુબઈમાં છે.

આ ગેવોરા હોટલ પેરિસના એફિલ ટાવર કરતાં 56 મીટર ઉંચી છે. ગેવોરા હોટલ આજથી દુબઈમાં શરૂ કરી દેવામાં આવી છે. 75 માળની ગેવોરા હોટલમાં 528 રૂમો છે. જો કે આ હોટલ પછી બીજા નંબર પર આવતી માર્કિસ હોટલમાં 1608 રૂમ છે. આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર પુલ અને હેલ્થ ક્લબ પણ સામેલ છે. આ હોટલના 71મા માળે સ્પા પણ છે.

You might also like