VIDEO: વડોદરામાં ધીમીધારે વરસાદ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

વડોદરાઃ જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આ સાથે શહેરનાં આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જણાવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આજે મોડી રાતથી ધીમી ધારે વરસાદે રમઝટ બોલાવી હતી. વરસાદ આજે શહેરમાં વહેલી સવારથી સતત યથાવત્ શરૂ છે. આજ વહેલી સવારથી જ શહેરમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઇ હતી. શહેરની આસપાસનાં વિસ્તારોમાં પણ જળબંબાકાર થઇ ગયું છે.

મહત્વનું છે કે જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં તેમજ રોડ પર પાણી ભરાઇ આવ્યાં હતાં. ધીમી ધારે વરસાદ થવાને કારણે શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. જો કે હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના કરવામાં આવી છે.

You might also like