મહિલાઓના ખરાબ ડ્રાઇવિંગ પાછળ આ છે કારણ

0 3

કહેવાય છે કે અમુક કામો એવા હોય છે જે મહિલાઓ સારી રીતે કરી શકતી નથી જેમ કે ડ્રાઇવિંગ. મોટાભાગે મહિલાઓના ડ્રાઇવિંગની મજાક ઉડાડવામાં આવે છે. કહેવાય છે કે મહિલાઓ ને બરોબર ગાડી ચલાવતા આવડતી નથી કે પાર્ક કરતાં આવડતી નથી. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં આ વાત ખોટી સાબિત થઇ છે. શોધ પ્રમાણે લોકો કેવી રીતે ગાડી ચલાવે છે એમના હોર્મોન્સ પર નિર્ભર કરે છે.

હકીકતમાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ નિયમિત હોય છે, જેના કારણે એ ગાડી ઝડપી ચલાવે છે. આ હોર્મોન્સના કારણે પુરુષો રિસ્ક પણ લે છે. તો બીજી બાજુ મહિલાઓમાં બે પ્રકારના હોર્મોન્સ જોવા મળે છે. એસ્ટ્રોજન અને પ્રોજસ્ટેરોન. આ હોર્મોન્સ મહિલાઓના રિપ્રોડક્શન અને મગજના વિકાસમાં મદદરૂપ કરે છે.

આ હોર્મોન્સમાં ફેરફારના કારણે મહિલાઓનો વ્યવહાર બદલાઇ જાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં એસ્ટ્રોજનનું લેવલ ઓછું થઇ જાય છે, જેના કારણે એમને ગાડી ચલાવવા અને પાર્ક કરવામાં સમસ્યા આવે છે. આ ઉપરાંત સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે પુરુષોમાં સ્પીડી કાર ચલાવવાનું એમના ડીએનએ પર નિર્ભર કરે છે. આ કારણ થી પહેલાના સમયમાં પુરુષો શિકાર કરતાં હતાં. આ સંશોધનથી પરથી જાણવા મળ્યું છે કે મહિલાઓ ખરાબ ડ્રાઇવિંગ કરતી નથી પરંતુ હોર્મોન્સમાં ફેરફાર આવવાના કારણે ઘણા વખત એમને ગાડી ચલાવવામાં સમસ્યા થાય છે.

visit: http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.