Categories: India

દિલ્હીમાં ટ્રાફિકના નિયમ ભંગ બદલ બે ગણો દંડ વસૂલાશે

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં વારંવાર થતા ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે ૨૦૦ ટકાથી વધુ દંડની રકમ વસૂલવામાં આવશે. તેમાં ત્રીજી વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકનું લાઈસન્સ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

માર્ગ સલામતીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના આદેશનો હવે દિલ્હી ટ્રાફિક પોલીસ અમલ કરશે. સમિતિઅે આપેલા આદેશ મુજબ દારૂ પીને વાહન ચલાવનારનું ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તેમજ આ સિવાય અન્ય કેટલાક કડક નિયમો અમલી બનાવવામા આવશે.

દિલ્હી ટ્રાફિક પોલીસના કમિશ્નર મૂકેશ ચંદરે જણાવ્યું કે દિલ્હી પોલીસ ન્યાયાલયની સમિતિના આદેશનો આવતી કાલથી કડક અમલ કરશે. જેમાં વિવિધ નિયમભંગ બદલ જેવા કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ વધુ સામાન લઈને જતાં વાહનોના ચાલકો સામે નિયમ ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે.જેમાં વધુ સ્પીડથી વાહન ચલાવનારને પહેલી વાર ૪૦૦ અને ફરી ૧૦૦૦નો દંડ ફટકારાશે. આ ઉપરાંત જે વિવિધ ગુનામાં દંડ થશે તે આ મુજબ છે.

જેમાં લાલ લાઈટના ભંગ બદલ ૧૦૦ રૂપિયા દંડ હતો તે વધારીને ૩૦૦, મોબાઈલ પર વાત કરવા બદલ ૧૦૦૦ દંડ હતો તે ૨૦૦૦ કરાયો છે. જ્યારે દારૂ પીને વાહન ચલાવવા બદલ બે હજાર દંડ હતો તે વધારીને ૩૦૦૦ અથવા બે વર્ષની જેલ થઈ શકે છે.

આ ઉપરાંત વાહનમાં ક્ષમતાથી વધુ માલ સામાનનું વહન કરવા બદલ ૧૦૦ને બદલે ૩૦૦નો દંડ કરાશે. સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરવા બદલ હવે ૧૦૦ને બદલે ૩૦૦નો દંડ થશે. જ્યારે હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ ૧૦૦ને બદલે હવે ૩૦૦નો દંડ ભરવો પડશે.

admin

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

7 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

7 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

7 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

7 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

7 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

7 hours ago