VIDEO: બેંગાલુરૂની બે કંપની વિરૂદ્ધ DRIની કાર્યવાહી, ઝડપાયું સોપારી કૌભાંડ

બેંગાલુરૂ: સોપારી આયાતનું એક ઘણું મોટું કૌભાંડ ઝડપાયું છે. બેંગાલુરૂની બે કંપની વિરૂદ્ધ DRI દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંને કંપની પાસેથી રૂ.5 કરોડનાં કરની વસૂલાત કરવામાં આવી છે. ખોટી કંપની ખોલીને સોપારી મંગાવવામાં આવતી હતી. ઈન્ડોનેશિયાથી આ સોપારી મંગાવી સ્મગલિંગ કરતા હતાં.

ઉલ્લેખનીય છે કે કોઇ પણ કૌભાંડને લઇ DRI દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે બેંગાલુરૂ ખાતે સોપારીની આયાત કરવાનું કૌભાંડ હાથ ઝડપાયું છે.

જેને લઇ બે કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાતાં રૂ.5 કરોડનાં કરની વસૂલાત તેમની પાસેથી કરવામાં આવી છે. જો કે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

You might also like