VIDEO: ગીર સોમનાથમાં સર્જાયાં તારાજીનાં આકાશી દ્રશ્યો, આમોદરા ગામ ફેરવાયું બેટમાં

ગીર સોમનાથઃ જિલ્લામાં આકાશી આફત ચોતરફ વર્તાઈ ગઇ છે. ત્યારે ઉનામાં ભારે વરસાદને કારણે નાયબ કલેક્ટરની કાર પાણીમાં ફસાઈ ગઇ હતી. જો કે પાણીનાં ધસમસતા પ્રવાહને જોઈ નાયબ કલેક્ટર પરત ફર્યાં હતાં. તો બીજી બાજુ ઉનાનાં આમોદરા ગામમાં ભારે વરસાદને કારણે તારાજીનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઇ ગયો હતો. તેમજ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને મોટાં પાયે નુકસાન થયું હતું. આ તરફ ગીર સોમનાથનાં જંગલોમાં પણ વરસાદી આફત સક્રિય બનતાં ગીરનો સમગ્ર મધ્ય ભાગ પાણીથી તરબોળ બન્યો હતો.

ઉનામાં પડેલાં ભારે વરસાદને કારણે અનેક ગામોનાં સંપર્ક પણ તૂટી ગયાં છે. જો કે સ્થાનિક અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત ન લેતાં તંત્રની કામગીરી સામે પણ સવાલોની વણઝાર ઉભી થઈ છે. ગીર ગઢડાનાં દ્રોણેશ્વર ડેમમાં નવા નીરની આવક થતાં ધરતીપુત્રો તો ખુશખુશાલ થઇ ગયાં છે. જો કે વહીવટી તંત્રએ તકેદારીનાં ભાગ સ્વરૂપે નિચાણવાળાં વિસ્તારોને એલર્ટ કરતા ગામનાં રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે જે ચિંતાનું કારણ છે.

You might also like