Googleથી ટ્રમ્પ નારાજ, પૂછ્યું,”idiot લખતા જ કેમ દેખાય છે મારા ફોટો?”

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાનાં સૌથી મોટા સર્ચ એન્જીનની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તેઓ તાજેતરનાં દિવસોમાં ગૂગલથી નારાજ છે. તેઓની ફરિયાદ છે કે ગૂગલ તેમની છબીને ખરાબ કરી રહેલ છે. ટ્રમ્પનું કહેવું એમ છે કે જ્યારથી તેઓ રાષ્ટ્રપતિ બન્યાં છે ત્યારથી મીડિયા પણ તેઓનાં ખરાબ ન્યૂઝ ચલાવી રહ્યાં છે.

એવામાં ગૂગલ તેઓની વિરૂદ્ધ નકારાત્મક ન્યૂઝ સર્ચ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી મીડિયા સીએનએન આમ પણ ટ્રમ્પનાં નિશાને જ છે. ત્યારે હવે ગૂગલ પર પણ તેઓની નારાજગી વ્યક્ત થવા લાગી છે.

અમેરિકી વેબસાઇટ યૂએસેએ ટુડેનાં જણાવ્યા અનુસાર જો ગૂગલ પર ઇડિયટ સર્ચ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની જ તસ્વીર સામે આવે છે. આ મુદ્દે આ પહેલાં પણ ઘણી માથાકૂટ થઇ ચૂકી છે. પોતાનાં ટ્વિટર પોસ્ટમાં મંગળવારનાં રોજ ટ્રમ્પે લખ્યું કે,”ટ્રમ્પ લખવા પર ગૂગલ સર્ચ રિઝલ્ટમાં માત્ર મારા વિરૂદ્ધ જ નકારાત્મક ન્યૂઝ સામે આવે છે.

આ ફેક ન્યૂ મીડિયા છે. બીજા શબ્દોમાં કંપની મારા અને અન્ય લોકોની વિરૂદ્ધ પણ હેરાફેરી કરી રહેલ છે. જેમાં અધિકાંશ ન્યૂઝ પણ નકારાત્મક છે. જેમાં નકલી સીએનએન સૌથી અહમ છે.”

બીજા ટ્વિટમાં ટ્રમ્પે કહ્યું કે,”96%થી પણ વધુ ટ્રમ્પનાં ન્યૂઝનાં સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય વામપંથી મીડિયાનો હાથ છે. કે જે વધુ ખતરનાક છે. ગૂગલ અને અન્ય કંપનીઓ કંજરવેટિવનો અવાજ પણ દબાવી રહેલ છે અને ન્યૂઝને છિપાવી રહેલ છે. આ સારી વાત છે.”

You might also like