Categories: Business

ક્રૂડમાં નવેસરથી તેજીના પગલે ડોલરની ખરીદી વધતાં રૂપિયો ઝડપથી તૂટ્યો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં બે દિવસથી સુધારાની ચાલ જોવા મળી રહી છે. ડોલરની ફરી એક વાર ઓઇલ કંપનીઓ અને બેન્કો દ્વારા ખરીદી વધતાં રૂપિયો તૂટ્યો છે. આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૩૮ પૈસા તૂટ્યો હતો. રૂપિયો ૬૭.૫૦ની સપાટીએ ખૂલ્યો હતો.

ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૧૨ના મથાળે બંધ જોવા મળ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ઊંચા ભાવને પગલે તથા રૂપિયાની નરમાઇને કારણે ક્રૂડની આયાત પડતર ઊંચી આવી છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓએ વધારો કર્યો હતો.

આગામી દિવસોમાં ફુગાવાના આંકડા જાહેર થશે, જેમાં ફુગાવાના જેટા ઊંચા આવે તેવી શક્યતા છે, જેના પગલે પણ રૂપિયો વધુ ધોવાયો છે. રૂપિયાની નરમાઇના પગલે ક્રૂડ, સોના-ચાંદી સહિત ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાત પડતર ઊંચી આવશે, જેના કારણે આ ચીજવસ્તુઓ મોંઘી થવાની દહેશત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં મજબૂત સુધારો નોંધાયો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધુ સુધારાની ચાલ જોવાઇ છે. બ્રેન્ટ ક્રૂડ ૭૭ ડોલરની સપાટીની ઉપર ૭૭.૨૪ ડોલર પ્રતિબેરલની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં ૦.૧૨ ટકાનો સુધારો નોંધાઇ ૬૬ ડોલરની ઉપર ૬૬.૦૩ ડોલર પ્રતિબેરલના મથાળે કારોબારમાં છે. વેનેઝુએલા દ્વારા ઉત્પાદન તથા સપ્લાયમાં ઘટાડો થતાં તથા ઓપેક દેશો દ્વારા પ્રોડક્શનમાં વધારો થવાની ઓછી સંભાવનાના પગલે ક્રૂડમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે.

૧૦ વર્ષના સરકારી બોન્ડ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ
૧૦ વર્ષના સરકારી બોન્ડ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે. બોન્ડ યીલ્ડ આઠ ટકાની સપાટીને પાર જોવા મળ્યા છે, જે નવેમ્બર-૨૦૧૪ બાદ સૌપ્રથમ વાર આઠ ટકાની સપાટીની પાર પહોંચ્યા છે. મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાના પગલે બોન્ડ યીલ્ડમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

રોકાણકારોના અભાવ વચ્ચે ૧૦ વર્ષના સૌરિન બોન્ડ યીલ્ડમાં વધારો નોંધાતો જોવા મળ્યો છે. નાબાર્ડ, સીડબી અને નેશનલ હાઉસિંગ બેન્કે રોકાણકારોના અભાવ વચ્ચે બોન્ડ ઈશ્યૂ કરવાના સ્થગિત કર્યા છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

2 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

3 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

3 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

4 hours ago