Categories: World

વિઝા રદ્દ થતા ઇસાએ વ્યક્ત કરી નિરાશા : અઝહર સાથેની સરખામણીને અયોગ્ય ગણાવી

નવી દિલ્હી : ઉઇગર નેતા ડોલ્ફન ઇસાએ ભારત સરકારની તરફથી તાકડે વિઝા રદ્દ કરવાનાં નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેણે પોતાની તુલના મસુદ અઝહર સાથે થવા અંગે પણ વાંધો વ્યક્ત કર્યો હતો એક સમાચાર એજન્સીએ આપેલા ઇમેઇલ ઇન્ટરવ્યુમાં ઉઇગર નેતાએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝરને ભારતની તરફથી આતંકવાદી જાહેર કરવાનાં પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ચીનનાં વિટોનાં ઉપયોગ અને મારા વિઝા રદ્દ થવા તે બંન્નેનું પરસ્પર કોઇ જોડાણ નથી.

ઇસાએ કહ્યું કે આ પ્રકારે મસૂદ અઝહર સાથે મારી સરખામણી અયોગ્ય છે. આ તુલાનાનાં કારણે હું જે ઉઇગર અભિયાન અહિંસક રીતે ચલાવી રહ્યો છું તેનું અપમાન કહેવાશે. ચીની અધિકારીઓએ ઇસાને આતંકવાદી જણાવતા તેને ભારતીય વિઝા આપવાનો વિરોધ કર્યો હતો. ચીને વિદેશ મંત્રાલયને ઇસાની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ અંગે પણ સતર્ક કર્યું હતું. ત્યાર બાદ સરકારે ઇસાનાં વિઝાને રદ્દ કરીને તેની મુલાકાતને પરોક્ષ રીતે રદ્દીયો આપી દીધો હતો.

ઇસાએ કહ્યું કે વર્લ્ડ ઉઇગર કોંગ્રેસનાં કાર્યકારી કમિટી પ્રમુખની હેસિયતથી હું ભારતીય અધિકારીઓની સામે વિઝા રદ્દ કરવાનાં મુદ્દે નિરાશા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં 30 એપ્રીલથી 1મે સુધી યોજાનારઇટરએથનિક ઇન્ટરફેથ લીડરશીપ સમ્મેલનમાં ઇસાનો સમાવેશ થવાનો હતો. ઇસાએ કહ્યું કે આ સંમેલનમાં ચીનમાં ધાર્મિક સમુદાયોનાં મુદ્દા પર વાતચીત કરવાનું એક મોટુ મંચ છે. અહીં વિદ્વાનો તથા સામાજિક કાર્યકર્તાઓની સાથે રાજનીતિજ્ઞોની સાથે મળીને જાહેરમાં પોતાનાં વિચારો આદાન પ્રદાનની તક મળશે. આ દરમિયાન શાંતિમંત્રલા આગળ વધારવા તથા અલગ અલગ સમુદાયોની વચ્ચે સંબંધ મજબુત કરવામાં મદદ મળશે.

Navin Sharma

Recent Posts

મહિલાના ઘરમાં શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપીને હુમલો કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારી‌િરક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં…

13 mins ago

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

22 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

24 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

31 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

40 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

45 mins ago