જીવનમાં ધારી સફળતા મેળવવા માટે નિયમિત સેક્સ કરો

0 1

અમદાવાદ : લોકો સારી નોકરી કરવા માટે શું શું નથી કરતા હોતા પરંતુ જ્યારે તેમને સફળતા નથી મળતી તો તેઓ નિરાશ થઇ જાય છે. આજનાં સમયમાં યુવાનોને નોકરી તો મળે છે પરંતુ એવી નોકરી કે જેમાં તેઓ ધારે તેવો પગાર મળે તેવું બહુ ઓછી બાબતોમાં બને છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હો અને તમારી આવક વધારવા માંગતા હો તો સેક્સ કરો… જી હાં આશ્ચર્યચકિત થવાની જરૂર નથી આ એક સર્વેમાં બહાર આવેલી હકીકત છે.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છેકે સારી રીતે સેક્સ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેની અસર તમારા વ્યક્તિત્વ અને નોકરી પર પડે છે. એક વેબ પોર્ટલ અનુસાર જર્મનીનાં ઇન્સિટ્યૂટ ફોર ધ સ્ટી ઓફ લેબર એન્ડ ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે તમે આત્મવિશ્વાસથી ભરપુર હો છો તેની સકારાત્મક અસર પ્રોફેશન અને પર્ફોમન્સ પર પડે છે. જો તમારૂં પર્ફોમન્સ સુધ્યું તો તેની અસર તમારી સેલેરી પર પણ પડશે.

બીજી તરફ જે લોકો નિયમિત રીતે સેક્સ નથી કરતા તેઓ એકલાપણું, તણાવ અને અન્ય માનસિક સમસ્યાથી પીડિત હોય છે. સ્પષ્ટ છે કે આ સમસ્યાઓથી તમારા પ્રોફેશન પર પણ વિપરિત અસર પડી શકે છે. માટે કાર્યસ્થળ પર સારા પ્રદર્શન માટે તમારામાં ખુબી હોવી જોઇએ ઉપરાંત સેક્સની દ્રષ્ટીએ પણ વધારે સક્રીય હોવા જુઓ. એક સંશોધન અનુસાર જે કર્મચારી અઠવાડીયામાં ઓછામાં ઓછું 2થી 3 વખત સેક્સ માણે છેતેઓ અન્ય કર્મચારીઓની તુલનામાં 4.5 ટકા વધારે આવક પ્રાપ્ત કરે છે.

સંબંધિત ખબરો/રિપોર્ટ વાંચવા ક્લિક કરો 

loading...

Leave A Reply

Your email address will not be published.