ટાઇટ જીન્સ પહેરવાથી થાય છે આ નુકસાન

જો તમે સ્કીન ટાઈટ જીન્સ પહેરતા હોય તો ચેતી જજો. સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી કમરનો દુઃખાવો વધી જાય છે. એક સંશોધનમાં જણાવ્યા અનુસાર કેશન ચોઈસ તમારી હેલ્થ પર સીરીયસ ઈમ્પેક્ટ કરી શકે છે. આ ઉપરાંત હેવી હુડ્સથી ગરદન પર દબાણ આવે છે. જયારે સ્કીની જીન્સ તમારા શરીરના અંગોના હલન ચલનને બાધિત કરે છે.

સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે હાઈ હિલ્સ, બેકલેસ શુઝ પહેરવાથી પણ ૧૦૬૨ માંથી ૭૩ ટકાને કમરના દુઃખાવાની ફરિયાદ હતી. જયારે ૨૮ ટકા જાણે છે કે, કપડાનો કમર દર્દ, ગરદનનો દુખાવો અને પોસ્ચર સાથે સીધો સબંધ છે. જયારે ૩૩ ટકા આ વાતથી અજાણ છે.

સંશોધનમાં જણાવ્યા અનુસાર કેટલાક લોકોને તેમના કપડા અને એસેસરીઝ સ્વાસ્થ્ય અને પોસ્ચર પર ઈફેક્ટ કરે છે. એ વાતની જાણ જ હોતી નથી. આ સાથે જ બહુ જ ઓછા લોકો છે જે દર્દને ધ્યાનમાં રાખીને પોતાના આઉટફીટ પસંદ કરે છે. તો કેટલાક એવા પર્ટિક્યુલર કપડા છે જેની હેલ્થ પર હિડન ઇફેકટ પડે છે. ઓવરલોડેડ અને ભારે હેન્ડબેગ્સ હેલ્થ માટે બહુ જ નુકશાનકારક છે. એવા જ સ્કીની ટાઈટ જીન્સ, તેનાથી હીપ્સ, ગોઠણની હલનચલન યોગ્ય રીતે નથી થઇ શકતી. હેવી જ્વેલરી, ઓવરસાઈઝ સ્લીવ્ઝ, હુડ પણ આ યાદીમાં આવે છે જે હેલ્થ માટે યોગ્ય નથી.

એક સંશોધનમાં જણાવ્યા અનુસાર જે પણ કપડા તમારા હલનચલનને રોકે છે અથવા તો તમને ચાલવામાં, ઉભા થવામાં કે બેસવામાં તકલીફ પડે છે. તેની તમારી હેલ્થ અને પોસ્ટર પર નેગેટીવ ઈફેક્ટ પડે છે. આટલું જ નહિ, તે ગરદન અને કમરના દુઃખાવાનું કારણ પણ બને છે. જોઈન્ટ પેઈનનું પણ આ મુખ્ય કારણ છે.

પરંતુ તેનો મતલબ એ નથી કે, તમે ફેશન ન કરો કે પછી તમારી પસંદગીની વસ્તુ ન પહેરો. એનો ઉપયોદ દરરોજ કરશો નહીં.

http://sambhaavnews.com/

You might also like