Categories: India

નહીં કપાય દાઉદનો પગ, છોટા શકિલ બોલ્યો- ભાઇ એકદમ ફિટ

નવી દિલ્હીઃ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ગ્રેગ્રીન થયું હોવાની વાતનું ઇન્ટેલિજન્સ અધિકારીઓ અને ડોનના મુખ્ય સહયોગી છોટા શકિલે ખંડન કર્યું છે. છોટા શકિલે જણાવ્યું છે કે ભાઇ એકદમ ફિટ છે. સોમવારે એવા સમાચાર વહેતા થયા હતા કે દાઉદ ઇબ્રાહિમને ગેંગ્રીનની બિમારી છે. જેમાં દર્દીનો જીવ બચાવવા માટે તેનો પગ કાપવો પડતો હોય છે. ત્યારે દાઉદની બિમારીને ખોટી ગણાવતા છોટા શકિલે કહ્યું છે કે લોકો ભાઇ માટે ખોટી અફવા ફેલાવી રહ્યાં છે. ભાઇ બિલકુલ તંદુરસ્ત છે.

પહેલાં એવા સમાચારો વહેતા થયા હતા કે દાઉદને ગેંગ્રીનની બિમારી છે. તેના પગમાં ઝેર ફેલાઇ ગયું છે. જેને પગલે કરાચી ખાતે તેના ઘરે ડોક્ટર ઇલાજ અર્થે આવ્યા હતા. જ્યારે દાઉદને વધારે સારવાર નેશનલ હોસ્પિટલ અને કંબાઇડ મિલિટ્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પગમાં લોહીનું બ્લોકેજ, હાઇબ્લડ પ્રેશર અને હાઇ બ્લડ સુગરને કારણે ગેંગ્રીન થયું હોવાની વાત સામે આવી છે.

ડાયમંડ બિઝનેસને વિકસાવવાની કોશિષ કરી રહ્યો છે દાઉદઃ મળતી માહિતી મુજબ કરાચીમાં પોતાના નિવાસ્થાનેથી જ દુનિયાભરમાં ફેલાયેલા તેના બિઝનેસને તે હેન્ડલ કરે છે. ત્યારે છેલ્લાં થોડા ઘણા સમયથી તે તેના હીરાના બિઝનેસને જમાવવાની કોશિષ કરી રહ્યો છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

22 hours ago