Categories: Lifestyle

ડીજેની ધૂમમાં ફટાણાંની પરંપરા ભુલાઈ

‘નાણાવટી રે સાજન બેઠું માંડવે…’, ‘માંડવામાં આવે બહેની મલપતી મલપતી …’, ‘સીતાને તોરણ રામ પધાર્યા…’ જેવાં એક પછી એક મધુર લગ્નગીતો એક સમયે મંડપમાં ગવાતાં હતાં.આપણી પ્રાચીન પરંપરામાં ગણેશ સ્થાપનથી માંડી છેક કન્યાવિદાય સુધીનાં અદ્ભુત લગ્નગીતો છે, એટલું જ નહીં લગ્નોત્સવમાં હાસ્યરસનો ગુલાલ ફટાણાંથી ઉડાડવામાં આવતો હતો. ફટાણાંનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો ‘ગોર કરો રે ઉકેલ…’, ‘ગોરની ફળિયા જેવી ફાંદ…’, ‘કોઈ અણવરને જાનમાંથી કાઢો…’, ‘હું તો લજાઈ મરું…’ આવાં અનેક ફટાણાં વર અને કન્યા પક્ષ તરફથી પહેલાં ગવાતાં હતાં. જેમાં એક પ્રકારનું નિર્દોષ હાસ્ય પીરસવામાં આવતું હતું, પરંતુ હાલના સમયમાં ડીજેની ધૂમના જમાનામાં આવાં લગ્નગીતો અને ફટાણાં ગાવાની પરંપરા ભુલાઈ રહી છે.

સૌરાષ્ટ્રના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર કહે છે, “લગ્નપ્રસંગોએ એક સમયે ફટાણાંના સ્વરૃપમાં વ્યંગરસ ઊડતો હતો. બંને પક્ષની વેવાણો સામસામે ગ્રૂપમાં ફટાણાં ગાતી હતી. જો કે આ ફટાણાં પાછળ એક તર્ક એવો છે કે, ફટાણાંમાં જ્યારે જેઠ, નણંદ કે સાસુ-સસરાનું નામ આવે ત્યારે મંડપમાંથી દીકરી તેમના તરફ નજર કરી હાવભાવ જાણી સાસરી પક્ષના લોકોના સ્વભાવ પારખી લેતી. એ સમયે ફટાણાં ગવાય તો કોઈને ખોટું લાગતું ન હતું. આજે તો કોઈને ફટાણાંમાં પણ કડવાં વેણ કહેવાઈ જાય તો સંબંધો બગડી જાય છે. આજે સમય બદલાયો છે અને ફટાણાં ભુલાયાં છે. જો કે ગામડાંમાં હજુ ક્યાંક લગ્નપ્રસંગોએ ફટાણાંની પરંપરા જોવા મળે છે પણ શહેરોમાં આ પ્રથા સદંતર ભુલાઈ ગઈ છે.”

લોકસાહિત્યના ક્ષેત્રે સંકળાયેલા સૌરાષ્ટ્રના ગાયક નિલેશ પંડ્યા કહે છે, “લોકસાહિત્યમાં કંકોત્રી લખવાથી માંડી જાન વિદાય સુધીનાં અનેક ગીતો ફટાણાં રૃપે છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘ચૂંદડીમાં જ લગ્નપરંપરા’નાં આશરે ૧રપ જેટલાં ગીતો છે. લગ્નના અલગ અલગ પ્રસંગોના એક સમયે જ્યારે ગીતો ગવાતાં તો તેની અસર પરિવારમાં ઉત્સવનું એક વાતાવરણ ઊભું કરતી હતી, પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે, મોડર્ન ટ્રેન્ડમાં એક તરફ લગ્નવિધિ ચાલતી હોય છે અને બીજી બાજુ ડીજેના ઘોંઘાટમાં હિન્દી ગીતો વાગતાં હોય છે. હું માનું છું કે જે લોકોને લગ્નગીતો નથી આવડતાં એ લોકો હિન્દી ગીતો ગાય છે. ખરેખર તો કલાકારોએ આપણા સાહિત્યમાં જે લગ્નગીતો છે તેનો અભ્યાસ કરીને ફરી આપણી પરંપરાને જીવિત કરવી જોઈએ.”

લગ્નોત્સવની પાર્ટીમાં ગીતો ગાવાં જતાં મીરા દોશી કહે છે, “લગ્નોમાં પરંપરાગત વિધિ કરવામાં આવતી હતી તે હવે લુપ્ત થઈ રહી છે. હાલના સમયમાં લોકોને લગ્નવિધિ ઝડપથી પૂરી થાય તેમાં જ રસ હોય એવું લાગે છે. વડીલોને પણ હવે વર-વધૂને આશીર્વાદ આપીને ઝડપથી નીકળી જવામાં જ રસ હોય તેમ પરંપરાગત લગ્નવિધિમાં રસ ઓછો થઈ ગયો છે. આજની યુવાપેેઢી તો લગ્નોમાં એન્જોય કરવામાં માને છે. યુવાપેઢીને હિન્દી ફિલ્મીગીત સાંભળવામાં રસ વધુ હોઈ લગ્નવિધિમાં શું ચાલે છે તેમાં બિલકુલ રસ હોતો નથી. એક સમયે ફટાણાં ગાવા માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. મહિલાઓ કેટલાય દિવસો અગાઉ તેની તૈયારી કરતી હતી. ફટાણાંમાં બંને પક્ષેથી સામસામાં વાક્યુદ્ધ ખેલાતાં હતાં. ફટાણાં એટલાં લોકપ્રિય બન્યાં હતાં કે એક સમયે ગુજરાતી ફિલ્મોમાં જ્યારે લગ્નના પ્રસંગો દર્શાવવામાં આવતાં તો તેમાં તેમાં ફટાણાં ચોક્કસ ગવાતાં હતાં.

જોકે બદલાતા સમયમાં લગ્નપ્રસંગોમાં હવે વાડી કે હોલ બુક કરાવવાની સાથે ડીજેને પણ બુક કરી દેવામાં આવે છે, કારણ કે સિઝનમાં ડીજેવાળા પણ મળતા નથી. દાંડિયા-રાસ, વરઘોડા વખતે ડીજે વગર હવે કોઈને ચાલતું નથી. એક વખતના પ્રસંગ માટે ૧૦ હજારથી માંડીને ૧પ હજાર સુધીના ભાવ ડીજેવાળા વસૂલે છે. ડીજે મોંઘા પડે તેઓ બેન્ડવાજાવાળાને પણ બોલાવે છે, પરંતુ ફટાણાંની સાથે હવે ઢોલ વગડાવવાનું પણ લગભગ ભુલાઈ જ ગયું છે!
દેવેન્દ્ર જાની

divyesh

Recent Posts

OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા

ટોકિયો: જાપાનના એક સ્કૂલ શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલોગ્રામ સાથે લગ્ન કરી લીધાં છે. ૩પ વર્ષીય આકીહીકો કોન્દોએ વેડિંગ સેરેમની પર…

10 mins ago

ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

ગુજરાત હાઇકોર્ટમાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી પટાવાળાની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં…

28 mins ago

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. પ્રથમ…

1 hour ago

રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની…

1 hour ago

પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ

ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે…

1 hour ago

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

14 hours ago