UPમાં લગ્નમાં થઈ મારામારી, DJમાં ઉડી ખુરશીઓ

UPના આગ્રામાં એક લગ્ન સમારોહમાં ડાન્સ બાદ ધમાલ મચી ગઈ હતી. લગ્ન સમારોહમાં ડીજે ચાલી રહ્યું હતું અને લોકો નાચી રહ્યા હતા. જો કે બાદમાં ધમાલ થતાં લોકોએ ડીજે સંચાલકને ઢોર માર માર્યો હતો.

ડીજે વગાડનારાએ લોકોની પસંદગીનું ગીત વગાડવાની ના પાડી દેતાં લગ્નમાં આવેલા લોકો ગુસ્સે થયા હતા અને સંચાલકને બધાએ ભેગા મળી માર્યો હતો. જો કે ડીજેને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના પ્રમાણે, લોકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા. મેરેજ હોલના કર્મચારીના જણાવ્યા પ્રમાણે, જાન દિલ્હીથી આવી હતી. જાનમાં આવેલા લોકોમાં કેટલાક લોકો નશાની હાલતમાં હતા અને સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતાં વગાડવાનું કહેવામાં આવ્યું હતું.

સમારોહ પૂરો થઈ ગયો હોવાથી ડીજે વાળાએ ગીતો વગાડવાની ના પાડતાં તે મુદ્દે માથાકુટ થઈ હતી અને બાદમાં આ માથાકૂટ મારામારી સુધી પહોંચી ગઈ હતી અને ઘડીકવારમાં તો લગ્નનો સમારોહ ધમાલમાં પરિણમી ગયો હતો.

You might also like