આ વખતે દિવાળીનો અદ્ભત સંયોગ : આ ઉપાય કરવાથી લક્ષ્મી પુજનનું ચાર ગણુ ફળ મળશે

અમદાવાદ : કારતક મહિનાની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળી 30 ઓક્ટોબર, રવિવારે ઉજવાઇ રહી છે. દિવાળી આ વખતે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ સંયોગ બની રહ્યો છે. ધનતેરસ અને દિાળીનાં દિવસને માં લક્ષ્મીની વિધિ – વિધાનથી પુજા કરવાથી તમારી ઉપર ખાસ કૃપા રહેશે. આ વખતે દિવાળીમાં સુર્ય દ્વાદશ ભાવમાં સ્થિર રહેશે. જેના કારણે દુરૂધરા યોગ બની રહ્યો છે. આ દિવસે માં લક્ષ્મીની પુજા કરવાથી તમને ચારગણો ફાયદો થશે.

જ્યોતિષાચાર્યના અનુસાર ચંદ્રમાનાં બંન્ને અને શુભગ્રહ રહેવાથી કરતરી યોગ બને છે. દિપાવલીમાં અમૃતયોગ, પ્રીતિ યોગ, ચિત્રા સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશઇમાં સુર્ય, બુધ અને ચંદ્રમાનું ત્રિકોણ રહેશે. આ તમામ એક સાથે રહેવાથી જ મહાલક્ષ્મી પદ્મ યોગ્યનું નિરમાણ થઇ રહ્યું છે. આ શુભ યોગ સુર્ય ઉદયથઈ પ્રારંભ થઇને અર્ધરાત્રી સુધી રહેશે.

દીપોત્સવ દરમિયાન અલગ અલગ દિવસે શુભ યોગ અને સંયોગ બનશે. જે લોકોનાં જીવનમાં સમૃદ્ધી લાવશે. પંચ દિવસીય દીપોત્સવની શરૂઆત 28 ઓક્ટોબરથી થઇ છે જે એક નવેમ્બર ભાઇબીજની સાથે સમાપ્ત થઇ જશે. કારતક માસની ચતુર્થી 29 ઓક્ટોબરે નાની દિવાળી (કાળી ચૌદસ) છે.

You might also like