ટપ્પુ બાદ દયાબેન પણ છોડી રહ્યાં છે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’..!

સબ ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણી જલ્દી જ શો છોડવાની છે. આ મુદ્દે શૉ ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનું સામેથી નિવેદન આવ્યું છે. આસિત કુમારે જણાવ્યું છે કે દિશાની દિકરી ઘણી નાની છે. હાલમાં તેના પરિવારને દિશાની જરૂરિયાત છે.

જો કે હજુ સુધી દિશાની સિરિયલમાં પરત ફરવાને લઇને કોઇ વાતચીત કરવામાં આવેલ નથી. દિશા વાકાણી તરફથી પણ સિરિયલ છોડવાને લઇને કોઇ વાત સામે આવી નથી. આમ દયાબેનનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણી સિરિયલ છોડ છે કે નહી તેમ આપણે વિચારી શકીએ તેમ નથી.

ગત દિવસોમાં સ્પોટબોયમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ દિશા વાકાણીની પ્રેગ્નેન્સી દરમિયાન સિરિયલ છોડી રહી હોવાના સમાચાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સબ ટીવી પરનો સુપરહિટ શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની પત્નીના રોલમાં દયાબેન જોવા મળે છે. જેના અનોખા અંદાજને લઇને તેની ભુમિકાને લોકોએ સરહાનીય કરી હતી. આ શોમાં તેમના બોલવાનો અંદાજ પણ નિરાળો જોવા મળે છે.

You might also like