દયાભાભી બન્યા મમ્મી, બન્યા એક ‘ટપ્પુડી’ની મમ્મી, મા-દીકરી બંને સ્વસ્થ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભી એટલે કે દિશા વાકાણી મમ્મી બની ગઈ છે. દિશાના પિતા ભીમ વાકાણીએ કન્ફોર્મ કરતા જણાવ્યું કે, દિશાએ નૉર્મલ ડિલીવરીથી 28 નવેમ્બરે એક બાળકીને જન્મ આપ્યો છે. અમે ખુશ છીએ. અમે માતા અને પુત્રીને મળવા અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા છીએ. બંને જણા સ્વસ્થ છે.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 24 નવેમ્બર, 2015ના રોજ બિઝનેસમેન મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે મયુરને ટીવી જગત સાથે કોઈ લેવાદેવા નથી. દિશા વાકાણી હાલમાં તારક મહેતા સિરીયલમાં જોવા મળી રહી નથી. જો કે તેણે શૉ છોડ્યો નથી, પરંતુ થોડા સમય બાદ તેની ફરીથી એન્ટ્રી થશે.

2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ સાથે જોડાયેલ દિશા વાકાણી સિરીયલમાં દયાભાભીનું પાત્ર ભજવી રહી છે અને તે સિરીયલમાં જેઠાલાલની પત્નીનો રોલ કરી રહી છે. સિરીયલમાં તેના પુત્રનું નામ ‘ટપ્પુ’ છે. દિશાએ ‘ખીચડી’ સિરીયલમાં પણ કામ કર્યું છે. દિશાએ ‘કમસીનઃ ધ અનટચ્ડ’, ‘ફૂલ ઑર આગ’, ‘દેવદાસ’, ‘મંગલ પાંડેઃ ધ રાઈઝિંગ’ અને ‘જોધા અકબર’ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

You might also like