Beyonceના સ્ટેપ્સ પર નાચી દિશા પટણી, video થઈ રહ્યો છે Viral

જે લોકો બૉલીવુડ અભિનેત્રી દિશા પટણીને Instagram પર ફોલો નથી કર્તા તેઓ કદાચ ખબર નબીં હોય કે તે એક સારી ડાન્સર પણ છે. દિશા આ ફોટો-વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ પર તેમના સુંદર ફોટોની સાથે સાથે પોતાના શ્રેષ્ઠ ડાન્સ વીડિયોઝ પણ શેર કરતી હોય છે.

શનિવારે, દિશાએ સોશિયલ મીડિયા પર એક અન્ય વિડિઓ શેર કર્યો હતો જેમાં તમે તેને ડાન્સિંગ સ્કિલ્ઝ જોઈ શકો છો. આ વીડિયોમાં તમે બેયોન્સેના 2018માં યાદગાર કોચેલા પર્ફોર્મન્સમાં કરેલો ડાન્સ દિશાને કરતા જોઈ શકો છો. દિશાએ આ વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો તેના ‘આદર્શ’ માટે એક ટ્રિબ્યૂટ છે. તેણે તેના કોરિયોગ્રાફર જેમ્સનો પણ આભાર માન્યો છે.

તમને જણાવી દઈએ કે તેની છેલ્લી ફિલ્મ “બાગી 2” ને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તે તેના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી.

બૉક્સ ઑફિસ પર ફિલ્મે 165 કરોડથી વધુ વ્યવસાય કર્યો છે. તાજેતરમાં, તે પણ નોંધવામાં આવ્યું હતું કે દિશા સલમાન ખાનની ‘ભારત’ માં એક મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. ‘ભારત’ 2019માં ઈદના પ્રસંગે રિલિઝ કરવામાં આવશે.

You might also like