લાઈમલાઈટ ઈચ્છતી નથી દિશા પટણી

ફિલ્મ ‘એમએસ ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા બોલિવૂડમાં આવેલી દિશા પટણીને વિશ્વાસ હતો કે તે આ ફિલ્મથી પોતાની ઓળખ સાબિત કરી લેશે. ફિલ્મ ખૂબ હિટ રહી પણ ઓળખ બનાવવામાં એટલી સફળ ન રહી, જોકે ફિલ્મમાં દિશાના કામની પ્રશંસા થઇ.

એક સારી અભિનેત્રી હોવા છતાં પણ અત્યાર સુધી દિશાને એક અભિનેત્રી તરીકે માન્યતા મળી નથી. તેથી તેને એક હિટ ફિલ્મની ખૂબ જ જરૂર હતી. તેની આ આશાને ફિલ્મ ‘બાગી-૨’એ પૂરી કરી દીધી. તે આ ફિલ્મમાં પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી.

દિશાએ ગ્લેમરસ અને નોન ગ્લેમરસ બંને પ્રકારનાં પાત્ર એક જેવી યોગ્યતા સાથે કર્યાં છે. દિશાએ પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોને પ્રભાવિત કર્યા. તેની પાસે પોતાના ગ્લેમરસ અંદાજમાં બધાંનાં મન મોહી લેવાની તાકાત છે.

મોડલિંગ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હોવા છતાં ખૂબ જ શરમાળ સ્વભાવ ધરાવતી દિશાને લાઇમલાઇટમાં રહેવામાં રસ નથી. એ પણ એક કારણ છે કે તેને લોકપ્રિય થવામાં સમય લાગ્યો. મુંબઇ આવીને કોઇ પણ ગોડ ફાધર વગર દિશાએ પોતાની મંજિલ મેળવી છે, જે ખરેખર બિરદાવવાલાયક છે. હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’માં પણ ટાઇગરની સામે મુખ્ય પાત્રમાં જોવા મળશે. •

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago