VIDEO: મધર્સ ડે પર મરી પરવારી મમતા!, બાળકી પાસેથી છીનવાઈ માતૃ છાયા

જામનગરઃ શહેરમાં તાજી જન્મેલી બાળકીને તેની માતા ત્યજીને ફરાર થઈ ગઇ છે. મધર્સ ડેનાં દિવસે જ માતા હોસ્પિટલમાં પરિસરનાં આરામ કુટિરમાં જનેતા બાળકને મુકીને ફરાર થઈ ગઇ હોવાંની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ બાળકીને ન્યુ બેબી વોર્ડમાં ખસેડવામાં આવી હતી અને હાલમાં બાળકી તંદુરસ્ત છે.

મહત્વનું છે કે આજે મધર્સ ડે છે અને આજે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં આ એક કરૂણ ઘટના સામે આવી છે. મધર્સ ડેનાં દિવસે જ જામનગરની જીજી હોસ્પ્ટિલમાં આવેલા આરામ કુટિર પાસેથી નવજાત બાળકીને તેની માતા ત્યજીને ચાલી ગઈ હતી.

બાળકીનાં જન્મ બાદ તેને ત્યજી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જો કે બાદમાં બાળકીને સાવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ રીતે જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાનાં ખાખરા ગાની સીમમાંથી એક વ્યક્તિ પસાર થતાં હતાં ત્યારે તેમણે નિર્દયતાપૂર્વક ત્યજી દેવાયેલું એક નવજાત બાળક જોયું હતું.

જેને લઇ તેઓએ તુરંત જ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જો કે બાદમાં આ વાતની જાણ થતાં પોલીસ ટુકડી અચાનક ત્યાં દોડી ગઇ હતી અને તાજી જન્મેલી બાળકીને સારવાર માટે તેને આ જ રીતે હોસ્પિટલમાં મોકલી દેવાઇ હતી.

You might also like