Categories: Gujarat

દિનેશ અને ધર્મેન્દ્ર પટેલે સામસામે મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાવી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર કલોલના ધર્મેન્દ્ર પટેલ સહિતના શખ્સો દ્વારા કરાયેલા હુમલા મામલે સામસામે મારામારી અને લૂંટની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદમાં દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યો છે કે પાંચ ઓગસ્ટે અમદાવાદમાં પાસનું કાર્યકર સંમેલન ન યોજાવા મુદ્દે ધારાસભ્ય બાબુભાઈ પટેલે ધમકી અાપી હતી અને એસપીજીના કાર્યકરોએ મારામારી કરી કારમાં તોડફોડ કરી રૂ. 2 લાખ રોકડા અને સોનાની ચેઇનની લૂંટ કરી હતી. જયારે ધર્મેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે પાસના અલ્પેશ કથીરિયાએ પાસની મહિલા કાર્યકર સાથે પ્રેમસંબંધ બાધી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતાં તેને સમજાવવા જતાં દિનેશ અને તેના સાથીઓએ મારામારી કરી રોકડા રૂ.70 હજાર અને દાગીનાની લૂંટ કરી હતી. પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પાંચ ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે યોજાનારા સંમેલનની તૈયારી માટે દિનેશ બાંભણિયા સહિતના કાર્યકરો હાજર હતા ત્યારે ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને ઉમિયાધામ ટ્રસ્ટના નારણભાઈ પટેલે તમારે અહીંયા કાર્યક્રમ કરવાનો નથી અને તમારા ઝંડા અહીયાથી ઉતારી લો તેવું જણાવ્યું હતું. પાસના અલ્પેશ કથીરિયાએ પટેલ સમાજની યુવતી સાથે લગ્નની ના પાડતા ધર્મેન્દ્ર પટેલ સહિત એસપીજીના કાર્યકરો તેઓને સમજાવવા ઉમિયાધામ ગયા હતા. દરમિયાનમાં મોડી સાંજે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીકથી કારમાં દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના પાસના અગ્રણીઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે એકાએક પાંચેક જેટલી કાર દ્વારા આગળનો રસ્તો રોકી દેવાયો હતો. તેમાંથી કલોલના ધર્મેન્દ્ર પટેલ,વિપુલ પટેલ સહિત 20 જેટલા લોકો લાકડી અને દંડા સાથે દોડી આવ્યા હતા અને ગાડીની તોડફોડ શરૂ કરી હતી. તેમને પાસના કાર્યકરો દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતાં તેમણે દિનેશ બાંભણિયાના માથા પર લાકડી ફટકારી દીધી હતી જેના કારણે તેમને લોહી નીકળ્યું હતું અને શરીર પર લાઠીઓ ફટકારાઇ હતી.

બીજી તરફ કલોલના વિપુલ અને ધર્મેન્દ્ર પટેલ સહિતના લોકો અલ્પેશ કથીરિયાએ પાસની મહિલા કાર્યકર સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની ના પાડતાં તેને સમજાવવા ગયા હતા. જેથી પાસના કાર્યકરોએ ઉશ્કેરાઈ જઈ મારામારી કરી હતી. જેમાં ધર્મેન્દ્ર પટેલને ઇજા થઇ હતી અને રૂ. 70 હજાર રોકડા અને સોનાની લકી તેમજ ચેઇન લૂંટી લીધી હતી.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago