MP દિલીપ પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ

અમદાવાદઃ આણંદના કરમસદની જમીનને લઈને છેલ્લા કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે આજે આણંદ ખાતે સાંસદ દિલીપ પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાંસદ દ્વારા પોલીસ સાથે ઉદ્દત વર્તન કરાયું હોવાનું જોવા મળી રહ્યું છે. સાંસદ દિલીપ પટેલ પોલીસ સાથે દાદાગીરી કરી રહ્યા હતાં. આસપાસના લોકો દિલીપ પટેલને સમજાવી રહ્યા હોવા છતાં તેઓ શાંત થયા ન હતા. આ ઘટના સમયે આસપાસના લોકો પણ ત્યાં જમા થઇ ગયા હતા.

જોકે પરિસ્થિતીનો તાગ કાઢીને સાંસદ દિલીપભાઇ ફેરવી તોડ્યું હતું. તેમણે કહ્યું કે હું એક સાંસદ તરીકે નહીં પરંતુ સામાન્ય નાગરીક તરીકે ગુસ્સે થયો હતો. દિલીપભાઇ વધુમાં કહ્યું હતું કે આ વીડિયો પૂરો નથી. પહેલાં પોલીસ મારી પર ગુસ્સે થઇ હતી. ત્યાર બાદ હું ગુસ્સે થયો હતો. તે વીડિયો જોવા મળી રહ્યો નથી. તેઓએ આ મામલે તપાસમાં સહયોગ આપવા પણ જણાવ્યું છે.

home

You might also like