OMG! નકલી સમજીને ૮૦૦ રૂપિયામાં ખરીદેલી વીંટી ૨.૯૩ કરોડની નીકળી

નવી દિલ્હી: અાજથી ત્રણેક દાયકા પહેલાં લંડનની વેસ્ટ મિડલસેક્સ હોસ્પિટલમાં જાત જાતની જૂની વસ્તુઅોનું સેલ લાગ્યું હતું. એક દંપતીને તેમાં રાખેલી નાનકડી હીરાની વીંટી ખૂબ જ ગમી ગઈ હતી. અા વીંટી તેમને ૧૦ પાઉન્ડ એટલે કે અત્યારના લગભગ ૮૦૦ રૂપિયા અાપીને ખરીદી લીધી.

૩૦ વર્ષ સુધી એ વીંટી પહેર્યા બાદ તે બહેનને અા વીંટી વેચીને બીજું કાંઈ ખરીદવાની ઇચ્છા થઈ. જ્યારે તેઅો જ્વેલરી શોપમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે અા વીંટીમાં રહેલો હીરો સાચો છે અને વીંટીની કિંમત કરતા ક્યાંય વધારે છે. ચેકિંગ માટે અાવેલી અમેરિકન જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં અાવી. ત્યાંથી સ્પષ્ટ વાત બહાર અાવી કે ૨૬.૩૭ કેરેટનો અોશિકા અાકારનો અે હીરો એકદમ રિયલ છે. તેને છેક ૧૯મી સદીમાં કટ કરવામાં અાવ્યો હતો.

અાગામી દિવસોમાં સોધબીસ અોપ્શન હાઉસ દ્વારા તેની હરાજી કરાશે ત્યારે અા હીરો અોછામાં અોછા ૨.૯૩ કરોડ રૂપિયા ખેંચી લાવે તેવી ગણતરી છે. સલામતીનાં કારણોસર દંપતીનું નામ જાહેર કરાયું નથી.
http://sambhaavnews.com/

You might also like