જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી: મહેબૂબા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ આતંકી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવામાં આવ્યો છે. જમ્મુના સુંજવાં પછી સોમવારે સવારે શ્રીનગરના સીઆરપીએફ હેડક્વાર્ટર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી લશ્કરે લીધી છે.

સતત થઇ રહેલા આતંકી હુમલો ઉપર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પાકિસ્તાન સાથેની વાતચીત કરવા અંગેનું નિવેદન આપ્યું છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન વિરુધ્ધ કડક નિવેદન આપ્યું છે.

મુફતીએ ટવીટ કરી અપીલ કરી છે કે જો આપણે લોહીયાળ જંગ રોકવો હોય તો પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે. મહેબુબાએ જણાવ્યું કે મને ખબર છે કે આ નિવેદન બાદ મને એન્ટી નેશનલ જાહેર કરી દેવામાં આવશે. જેનાથી મને કોઇ ફરક પડશે નહીં.

આ હુમલાના કારણે જમ્મૂ-કાશ્મીરના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બંને દેશ વચ્ચે એકમાત્ર યુધ્ધ કોઇ વિકલ્પ નથી. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે જમ્મુના સુઝવામાં હુમલા બાદ રવિવારે શોપયામાં સેનાના કેમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું જ્યારે આજરોજ સવારે સીઆરપીએફના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે.

શનિવારે કરાયેલા આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. જ્યારે સોમવારના હુમલામાં શ્રીનગરમાં એક જવાન શહીદ થયા, હાલમાં સૈન્ય અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે.

You might also like