ધોનીના ચોરી થયેલા મોબાઇલ મળી આવ્યાં, એકની અટકાયત

દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઇલ ચોરી થઇ હતી. જેમાં એક શંકાસ્પદ ફાયર ફાઇટર્સની પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ આ અંગેની દ્વારકા સેકટર 10 ખાતે આવેલ પોલીસસ્ટેશનમાં ફરીયાદ કરી હતી. ઝારખંડ ટીમના સુકાની ધોની વિજય હજારે ટ્રોફીમાં પશ્ચિમ બંગાળ ટીમ વિરુધ્ધ સેમીફાઇનલ રમવા દિલ્હી આવ્યો છે. અહી ઝારખંડની ટીમ સાથે ધોની દ્વારકાની એક હોટલમાં રોકાયો હતો. થોડા દિવસ અગાઉ દ્વારકા હોટલમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં ધોનીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમાં ધોની ક્રિકેટની કીટ સળગી ગઇ હતી. પોલીસમાં ધોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હોટલમાં આગ લાગતા કર્મચારીઓ દ્વારા તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો પરંતુ ત્યાર બાદ તેના ત્રણ મોબાઇલ મળતાં નથી. આ ફોનમાં ટીમ ઇન્ડીયા અને બીસીસીઆઇ સાથે જોડાયેલી ઘણી વિગતો છે. જ્યારે પોલીસના જણાવ્યાઅનુસાર આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like