Video: ધોનીની નાનકડી જિવાએ બનાવી ગોળ ગોળ રોટલી, વીડિયો થયો વાયરલ

મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જિવાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. આ વખતે પણ જિવા રોટલી બનાવવાના કારણે ફરીથી ચર્ચામાં આવી છે. જિવાનો ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ક્યૂટ જિવા કિચનના પ્લેટફોર્મ પર બેસીને રોટલી વણી રહી છે. જો કે સૌથી ખાસ વાત તો એ છે કે આ રોટલી ગોળ પણ થઈ છે. સોશિયલ મીડિયા પર ધોની જેટલો લોકપ્રિય નથી, તેટલી તેની પુત્રી લોકપ્રિય છે.

ધોનીની પત્ની અને પુત્રી હંમેશા એક્ટિવ હોય છે. ઈન્સ્ટાગ્રામ પર જિવાનું એક એકાઉન્ટ પણ છે, જેના ઘણા ફોલોઅર્સ છે. લગભગ 1 લાખ લોકો જિવાના એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે. ગયા મહિને પણ જિવાનો એક વીડિયો લોકપ્રિય થયો હતો.

જેમાં જિવા મલયાલમ ભાષામાં કૃષ્ણ ભગવાનનું ભજન ગાઈ રહી હતી. 36 સેકન્ડના તે વીડિયોને પણ લોકોએ ખૂબ વખાણ્યો હતો. જો કે જિવા આટલી નાની ઉંમરમાં મલયાલમ બોલતા કઈ રીતે શીખી તેવું પણ લોકો પૂછી રહ્યા હતા.

You might also like