CSKને સપોર્ટ કરી રહી છે ઢિંચેક પૂજા, VIDEO VIRAL

પોતાની સ્ટાઇલથી રાતો-રાત સ્ટાર બનેલી ઢિંચેક પૂજાએ એક ન્યૂ સોંગ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. ‘સેલ્ફી મેંને લે લી આજ’ અને ‘દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર’ જેવા રેપ સોંગ પછી ખાસ કરીને IPLની પોતાની ફેવરિટ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)માટે એક સોંગ રિલીઝ કરી દીધું છે. ઢિંચેક પૂજા પોતાના અજીબોગરીબ સોંગ્સના કારણે ચર્ચામાં રહે છે. આ સોંગ્સમાં તેણે એટલી પૉપ્યુલારિટી મળી ગઇ જેના કારણે તે ‘બિગ બૉસ’માં સલમાન ખાન સાથે પણ જોવા મળી હતી.

 

પૂજાના આ ન્યૂ રેપ સોંગની જો વાત કરવામાં આવે તો IPLમાં CSK અને મહેન્દ્ર સિંહ ધોનીને સપોર્ટ કરી રહી છે. પૂજાનું આ સોંગ ચેન્નાઇને ડેડિકેટ કરવામાં આવ્યુ છે. આ વીડિયોના લિરિક્સ પણ ‘जीतेंगे भी जीतेंगे चेन्नई सुपर किंग्स, हर बॉल को पीटेंगे चेन्नई सुपर किंग्स।’ કંઇક આ છે. ઢિંચેક પૂજાના આ ન્યૂ સોંગમાં CSKના બેટ્સમેનને શેર ગણાવ્યા છે. હાલમાં આ સોંગ સોશ્યલ મીડિયા અને ખાસ કરીને યૂટ્યૂબ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે, જોકે લાઇક કરતા આ સોંગને ડિસલાઇક વધારે મળી રહ્યી છે.

તો બીજી તરફ IPLમાં CSKની ટીમ સારું પરફૉર્મન્સ આપી રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળની આ ટીમ અત્યાર સુધી 10માંથી 7 મેચ જીતી ચૂકી છે.

You might also like