Categories: Gujarat

ડી.જી. વણઝારાની જીવન સફર

અમદાવાદઃ નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારા સાબરકાંઠા જિલ્લાના ઈલોલ ગામના વતની છે. તેમણે હિંમતનગરમાં બીએ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ એમ.એસ યુનિ.માં એલએલબી ભણ્યા બાદ પોલીસ ફોર્સમાં જોડાયા હતા. જેલવાસ દરમિયાન તેઓએ માનવ અધિકારનો અભ્યાસ કર્યો. અન્નમલાઇ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પણ મેળવી છે. તેઓ એક ઉમદા કવિ પણ છે. જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમણે અનેક કવિતાઓ લખી હતી. જે તેમણે આસારામને અર્પણ કરી હતી.

વર્ષ ૧૯૮૦માં ડેપ્યુટી સુપ્રિ. ઓફ પોલીસ (DYSP) તરીકે પોલીસફોર્સમાં જોડાયા હતા. વર્ષ ૧૯૮૭ આઇપીએસ કેડરમાં પ્રમોશન મળ્યું. તેઓએ ડીએસપી અને એસપી તરીકે સંખ્યાબંધ જિલ્લામાં કામ કર્યું. સીઆઇડીમાં કામગીરી વખતે તેમણે મજબુત ગુપ્તચર નેટવર્ક ઉભુ કર્યું હતું. વર્ષ ૨૦૦૨માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોડાયા હતા. ઉસ્માનપુરામાં સમીર ખાનના એન્કાઉન્ટરમાં તેઓની સક્રિય ભૂમિકા હતી. આ સમય દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન મોદીના માનીતા બન્યા હતા. વર્ષ ૨૦૦૩માં ભાવનગરના સાદીક જમાલ એન્કાઉન્ટરમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. વર્ષ ૨૦૦૪માં અમદાવાદમાં ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ, વર્ષ ૨૦૦૫માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

વર્ષ ૨૦૦૭માં તેમની પર ઈશરત અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર નકલી હોવાના આરોપો લાગ્યા હતા. જેને પગલે તત્કાલિન આઇપીએસ અધિકારી રજનીશ રાયે વણઝારા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઘરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૩માં જેલમાંથી સ્ફોટક પત્ર લખીને રાજીનામું આપ્યું પણ સરકારે રાજીનામાનો અસ્વિકાર કર્યો. તેઓ વર્ષ ૨૦૧૪માં જેલમાંથી જ નિવૃત્ત થયા હતા. વર્ષ 2૦૧૫માં ૫ ફેબ્રુઆરીએ સીબીઆઇ કોર્ટે ઈશરત કેસમાં તેમના જામીન મંજૂર હર્તા. ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રમાં રહી રહ્યાં હતા. પણ ગત શનિવારે સીબીઆઇ કોર્ટે ડી.જી. વણઝારાને ગુજરાતમાં પ્રવેશની મંજૂરી આપતા, આજે નવ વર્ષ બાદ તેમની ભવ્ય સ્વાગત સાથે ઘર વાપસી થઇ છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago