Categories: India

IAS ઓફીસર બંસલ લાંચકાંડમાં ધરપકડ બાદ પત્ની અને પુત્રીની આત્મહત્યા

નવી દિલ્હી : દિલ્હીનાં મધુવિહારનાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં આઇએએસ અધિકારી બી.કે બંસલની પત્ની અને પુત્રીએ આત્મહત્યા કરી લીધી. કોર્પોરેટ અફેર વિભાગનાં ડીજી બંસલને મુંબઇની એક કંપની પાસેથી ફાઇવસ્ટાર હોટલમાં 9 લાખની લાંચ લેતા 16 જુલાઇએ રંગે હાથ પકડાયા હતા. પોલીસનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં એવું લાગી રહ્યું છે કે પરિવાર ખુબ જ તણાવમાં હતો. પોલીસને ઘટના સ્થળેથી બંન્નેની સુસાઇડ નોટ પણ મળી આવી છે.

બંસલને 9 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. આ કેસમાં 11 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. પત્ની અને પુત્રીએ ઘરનાં અલગ અલગ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં કામ કરવા આવતી કામવાળીએ જણાવ્યું કે સત્યબાલા મેડમ (પત્ની) અને નેહા (પુત્રી)એ જ્યારે લાંબો સમય સુધી દરવાજો ન ખોલ્યો તો અમે નીચેથી ગાર્ડને બોલાવ્યો હતો. ત્યાર બાદ અમને આ ઘટનાં અંગે જાણવા મળ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે બંસલની ધરપકડ બાદ સીબીઆઇની ટીમ વારંવાર તેનાં ઘરે તપાસ અર્થે જતી રહેતી હતી. મઘુ વિહારનાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. જો કે ધરપકડ બાદથી સતત પોલીસની આવન જાવન ઓફીસ અને ઘર પર રહેતું હતું. સંબંધીઓ અને પરિચિતોનાં ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા હતા. બંસલ પર 20 લાખની લાંચ લેવાનો કેસ હતો. જેમાં 11 લાખ તે પહેલા જ લઇ ચુક્યા હતા. તેનાં ઘરે શોધખોળ અભિયાન દરમિયાન 56 લાખ રૂપિયા બીજા મળ્યા હતા. વારંવાર પોલીસ અને સીબીઆઇની આવન જાવનનાં કારણે તેનો પરિવાર પરેશાન હતો.

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

6 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

6 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

8 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

9 hours ago