Video: દિવાળી હોય અને પાટણવાસીઓ દેવડા ન ખાય તેવું ન બને!

પાટણનું નામ આવે કે તરત જ રાણી કી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા જેવી અનેક સુવર્ણ અક્ષરે કોતરાયેલી અજાયબીઓ યાદ આવી જાય. જો કે પાટણ સાથે દેવડા અને રેવડીનું નામ પણ એટલું જ જોડાયેલું છે. દિવાળીનો તહેવાર હોય અને પાટણવાસીઓને મિઠાઈમાં દેવડા વગર કઈ રીતે ચાલે?

પાટણવાસીઓની ખાસ મિઠાઈ છે દેવડા. દિવાળીના દિવસોમાં દરેક પાટણવાસીઓના ઘરમાં દેવડા જોવા મળતા જ હોય છે. પાટણવાસીઓ તહેવારમાં દેવડા ખવડાવે પણ છે અને ભેટમાં મહેમાનો આપે પણ છે. એટલું જ નહીં વિદેશમાં રહેતા પાટણવાસીઓ તો છેક પાટણથી દેવડા મંગાવે છે. જો કે પાટણના દેવડા તો આખા રાજ્યમાં વખણાય છે.

દેવડાની વાત કરીએ તો ઉપરથી સખત અને અંદરથી નરમ અને બહારથી મીઠા અને અંદરથી મોળા એવો ડબલ સ્વાદ ધરાવતા દેવડાની વાત જ કંઈક નિરાલી છે. પાટણમાં આગવી ઓળખ ધરાવતા દેવડા મીઠાઈની હરોળમાં પ્રથમ નંબરે હોય છે.  હાલમાં દિવાળીમાં પાટણમાં વિવિધ ફ્લેવરના અને વિવિધ બ્રાંડના દેવડા જોવા મળી રહ્યા છે, જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટર સ્કોચ દેવડા, સ્પેશિયલ કેટબરી દેવડા, તેમજ સ્પેશિયલ કેસર દેવડા સામેલ છે. આ દેવડા 160થી 360 રૂપિયા કિલો સુધીના ભાવે મળતા હોય છે.
જુઓ પાટણમાં કેવા કેવા દેવડા મળી રહ્યા છે તેના સમાચાર…

You might also like