Categories: Business

GSTના ઈ-વે બિલના અમલ છતાં ટેક્સચોરીની આશંકા

નવી દિલ્હી: ૧ એપ્રિલથી દેશભરમાં ઇ-વે બિલનો અમલ થઇ ચૂક્યો છે, જોકે જીએસટીએન પોર્ટલ પરની કોઇ પણ મુશ્કેલી વગર સરળતાથી બિલ ઇશ્યૂ થઇ રહ્યા છે તેમ છતાં પણ કેટલાંક રાજ્યોમાં ટેક્સ ચોરી થતી હોવાની વિગતો બહાર આવી છે અને તેના પગલે ઇ-વે બિલની ચેકપોસ્ટ પર તપાસ વધારવા તાકીદ કરવામાં આવી છે.

દેશમાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા જે ઈ-વે બિલ જનરેટ થઇ રહ્યા છે તે અનુમાન કરતા ઘણા ઓછાં જનરેટ થઇ રહ્યા છે. તેના કારણે રાજ્ય સરકાર ટેક્સ ચોરી રોકવા પગલાં ભરી રહી છે.

એવી આશંકા સેવાઇ રહી છે કે ઇ-વે બિલ ઓછાં હોવાના કારણે ટેક્સ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રે ૩ માર્ચના રોજ ૧,૦૦,૯૩૮ બિલ જનરેટ કર્યા હતા, જેની સામે ગુજરાતે ૧,૭૫,૮૫૧ ઇ-વે બિલ ઈશ્યૂ કર્યાં હતાં. રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં ઇ-વે બિલ માટે ૧,૯૮૦ ટ્રાન્સપોર્ટરોનું રજિસ્ટ્રેશન થયું છે, જેની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ૨,૬૬૯ ટ્રાન્સપોર્ટરોનું રજિસ્ટ્રેશન થયું હતું.

ઇ-વે બિલનું સ્વૈચ્છિક રીતે અમલીકરણ ૧૬ જાન્યુઆરીના રોજ શરૂ થયું હતું. ફેબ્રુઆરીથી તેની અમલવારી કરવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ પ્રથમ દિવસે જ સાઇટ ક્રેશ થઇ જતાં તેનો અમલ મોકૂફ રખાયો હતો.

જોકે ૧ એપ્રિલથી ફરી એક વખત સમગ્ર દેશમાં ઇ-વે બિલ સિસ્ટમ લાગુ કરાઇ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ઇ-વે બિલ વગર ટ્રક પકડવામાં આવે તો ૧૦ હજાર સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

3 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago