UP પેટા ચૂંટણીમાં ભાજપની હાર છતાં કોંગ્રેસમાં કોઇ ખુશી નહીં, ઉમેદવારની જમાનત થઇ જપ્ત…

યુપીની ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીના પરિણામે બધાને ચોકાવી દીધા છે. યૂપી પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સમાજવાદી પાર્ટીએ ભાજપ પાસેથી ફૂલપુર બેઠક છીનવી લીધી છે અને જીત મેળવી છે.

જ્યારે ગોરખપુર બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ પરીણામોથી સપા અને બસપામાં ફરી ગરમજોશી જોવા મળી રહી છે. આ બેઠકો પર ભાજપની હાર થઇ હોવા છતાં કોંગ્રેસમાં કોઇપણ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. જેનું કારણ તેમના બંને ઉમેદવારની જમાનત જપ્ત થઇ ગઇ છે.

ફુલપુર બેઠક પર ભાજપના કોશેલેન્દ્ર પટેલ, બસપા સમર્થન સપાના ઉમેદવાર નાગેન્દ્ર પટેલ, કોંગ્રેસના મનીષ મિશ્રા અને અપક્ષ ઉમેદવાર તરીકે અતીક અહમેદ મેદાનમાં હતા. 2014 લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપના કેશવ પ્રસાદ મૌર્ય જીત્યા હતા. પરંતુ તેમને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમની જવાબદારી સોંપવામાં આવતાં તેમણે અહી લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

ફુલપુર લોકભાસ બેઠક પરથી સપાના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે 59,613 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યાં છે. આ હાર યુપીના ડે. સીએમ કેશવ પ્રસાદ મોર્ય માટે મોટો ઝટકા સમાન છે. જ્યારે ગોરખપુર બેઠક પરથી કોંગ્રસના ઉમેદવારની અહીં પણ જમાનત જપ્ત થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

You might also like