Categories: Gujarat

GST ઘટવા છતાં રેસ્ટોરાંમાં જમનારાને કોઇ ફાયદો થશે નહીં…જાણો કેમ?

અમદાવાદ: રેસ્ટોરાંમાં ભોજન પર જીએસટી રેટ ૧૩ ટકા ઘટાડવાનો ગ્રાહકોને કોઈ ખાસ મોટો ફાયદો થનાર નથી, તેનું કારણ એ છે કે સરકાર વેપારીઓને મળનાર ઈનપુટ ટેક્સ ક્રેડિટની છૂટ સંપૂર્ણપણે બંધ કરી રહી છે. આ સંજોગોમાં રેસ્ટોરાંના માલિકોને ખૂબ ઓછો ફાયદો થશે, તેના કારણે જીએસટીનો દર ઘટ્યા બાદ પણ લોકોને સસ્તા ભોજનનો સ્વાદ મળશે નહીં. રેસ્ટોરાંના માલિકો આ વધારો નવા વર્ષ સુધીમાં કરી શકે છે અને ભોજનની કિંમતમાં પાંચથી સાત ટકા વધારો થઈ શકે છે.

ગુવાહાટીમાં યોજાયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં રેસ્ટોરાંમાં ભોજનના બિલ પર લાદવામાં આવતો જીએસટી ૧૮થી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. બીજી બાજુ સરકારે રેસ્ટોરાંના માલિકોને મળતી ઈનપુટ ટેક્સ ક્રેડિટ બંધ કરી દીધી છે. ફેડરેશન ઓફ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના પદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈનપુટ ટેક્સ ક્રેડિટ બંધ થવાથી થનારું નુકસાન ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત વધારીને જ ભરપાઈ થઈ શકશે. આમ, હવે રેસ્ટોરાંના માલિકો દરેક વાનગીના ભાવ વધારી દેશે અને તેના કારણે લોકોને જીએસટી ઘટવાથી જે લાભ થવો જોઈએ તે થશે નહીં.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ નાબૂદ થવાના કારણે રેસ્ટોરાંના માલિકોના પ્રોફિટ પર અસર પડશે અને આ જ કારણસર હવે રેસ્ટોરાંના માલિકો દરેક ખાદ્ય વાનગીઓની કિંમત વધારી દેશે. રેસ્ટોરાંના કુલ ખર્ચના પાંચથી સાત ટકા ટેક્સ ક્રેડિટથી રિકવર થઈ જાય છે, પરંતુ હવે ટેક્સ ક્રેડિટ બંધ થવાથી રેસ્ટોરાંના માલિકના પ્રોફિટ પર અસર પડશે.

જોકે બીજી બાજુ એક મુદ્દો એવો પણ છે કે જીએસટી ઘટવાથી રેસ્ટોરાંમાં જતા ગ્રાહકોની સંખ્યા વધી શકે છે તો તેના કારણે રેસ્ટોરાંના માલિકોને થતું નુકસાન ભરપાઈ થઈ શકે છે. આમ, રેસ્ટોરાંના બિઝનેસ પર કેવી અસર પડે છે તેના પર બધો આધાર રહેશે અને ત્યાર જ વાનગીઓના ભાવ વધારવાનો નિર્ણય લેવાશે એવું એક રેસ્ટોરાંના માલિકે જણાવ્યું હતું.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

14 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

15 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

15 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

15 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

15 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

16 hours ago