DyCM નીતિન પટેલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને લઇને આપ્યું નિવેદન…

દિલ્હીમાં યોજાયેલ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ કર્યા બાદ મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમિત શાહ પરત ફર્યા હતા. ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલ યાદી રજૂ કરવામાં આવી હતી.

બેઠકમાં આ યાદીને લઇને ગહન ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની યાદી પર મહોર લગાવામાં આવી છે. યાદીની જાહેરાત બાદ ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે તેવું ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું.

ઉમેદવારોની યાદીની જાહેરાતને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે એકસાથે 182 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. તમામ કામગીરી ચોક્કસ સમય મર્યાદામાં પુરી થશે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું.

You might also like