GSTમાં રાહત આપવા વીમા કંપનીઓની માગ

મુંબઇ: જીએસટીમાં જીવન વીમા કંપનીઓને પ્રિમિયમ આવક પર નવી ટેક્સ વ્યવસ્થામાં રાહત આપવાની માગ કરી છે. જીવન વીમા કંપનીઓનું માનવું છે કે વર્ષ ૨૦૧૨માં આ સેક્ટર સર્વિસ ટેક્સમાં આવ્યા બાદ તેઓની પ્રિમિયમ ઉપરની આવક સ્થિર છે. કંપનીઓએ આ અંગે વડા પ્રધાનને પણ એક પત્ર લખી જણાવ્યું છે. કંપનીઓ સર્વિસ ટેક્સનો ભાર ગ્રાહકોને માથે નાખી રહી છે અને તેના કારણે પ્રિમિયમ આવક વૃદ્ધિ પર અસર પડી છે. પ્રિમિયમની આવકમાં પાછલા કેટલાક સમયથી નોંધપાત્ર સુધારો નોંધાયો નથી. વર્તમાનમાં સર્વિસ ટેક્સના દર ૧૪.૫ ટકા અને સ્વચ્છ ભારતનો સેસ ૦.૫ ટકા છે.

લાઇફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલની બેઠકમાં સર્વિસ ટેક્સમાંથી રાહત આપવાની માગની દરખાસ્તનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આગામી ૧૭થી ૧૮ ઓક્ટોબરની બેઠકમાં જીએસટીના રેટ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. કાઉન્સિલના સચિવના જણાવ્યા પ્રમાણે પ્રિમિયમ આવક પર સર્વિસ ટેક્સ લગાવ્યા બાદ જીવન વીમા કંપનીઓના નવા કારોબારનું પ્રિમિયમ ૨૦૧૨થી ૧૨૫૦ અબજ રૂપિયાની આસપાસ રહ્યું છે.

You might also like