Categories: Gujarat

ડિલિવરી બોયને છેતરીને બે ગઠિયા ૧.૫૩ લાખના મોબાઈલ લઈ છૂ

અમદાવાદ: ઓનલાઈન શોપિંગ કરી છેતરપિંડી આચરવાનો નવો કીમિયો સામે આવ્યો છે. ઓનલાઈન શોપિંગ કરી સામાનની ડિલિવરી કરવા આવનાર વ્યક્તિને અન્ય જગ્યાએ બોલાવી ૧૫૩ લાખની કિંમતના નવ મોબાઈલનું પાર્લસ લઈને બે ગઠિયા ફરાર થઇ ગયા હતા. યુવકને પૈસા આપવા માટે ઓફિસ જવું પડશે તેમ કહી બાઈક લઈ પાછળ આવવા જણાવ્યું હતું અને ગઠિયા રસ્તામાંથી મોબાઈલ સાથે ફરાર થઇ ગયા હતા. આ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નરોડાના મેમ્કો રોડ પર શાયોના એસ્ટેટમાં વુલકન એક્સપ્રેસ નામની કંપની આવેલી છે. આ કંપની ઓનલાઈન શોપિંગનો માલસામાન ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. કંપનીમાં ડિલિવરીનું કામ કરતો રાહુલ પ્રજાપતિ નામનો યુવક ગત ૨૮ માર્ચના રોજ નવ મોબાઈલ ફોનના પાર્સલ પર બારોટ હાઉસ એન્ડ સનસાઈન કન્સ્ટ્રક્શન કંપની, શાહીબાગ સાબરમતી રિવરફ્રન્ટના સરનામા પર ડિલિવરી કરવા ગયો હતો. સરનામું ખોટું નીકળતાં રાહુલે આપેલા નંબર પર ફોન કરતાં કેશઓન ડિલિવરીનો ઓર્ડર આપનાર વ્યક્તિએ શિલાલેખ ટાવર પાછળ ઊભા હોવાનું જણાવ્યું હતું.

રાહુલ બતાવેલી જગ્યાએ પહોંચતાં નંબર પ્લેટ વગરના સફેદ એક્ટિવા પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. એક શખ્સે પાર્સલ માટે રોકડા પૈસા નથી, માટે કાર્ડ સ્વાઇપ કરાવવું પડશે, જેથી રાહુલને અમારી ઓફિસે આવવું પડશે તેમ કહ્યું હતું. બંને શખ્સોએ નવ મોબાઈલ ફોનનું પાર્સલ લીધું હતું અને એક્ટિવા લઈ રાહુલની તેમની પાછળ પાછળ મેઘાણીનગર મેન્ટલ બારી સુધી આવ્યાે હતાે. ત્યાંથી તેઓ રાહુલની નજર ચૂકવી એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા. રાહુલે આસપાસ તપાસ કરતાં બંને યુવક મળી આવ્યા ન હતા. આ અંગે માધવપુરા પોલીસે અરજી લીધી હતી અને ગઈ કાલે આ અંગે અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

7 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

8 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

9 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

10 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

10 hours ago