UBER કેબમાં બેઠી હતી મહિલા યાત્રી, ડ્રાઈવર કરવા લાગ્યો માસ્ટરબેટ, થઈ ધરપકડ..

કેબ ડ્રાઈવરની આ હરકત જોઈ મહિલાએ કેબમાં આવતુ પેનિક બટન દબાવવી દીધુ અને પોલિસને ફોન કરી દીધો. તેના પછી પોલિસે આરોપી કેબ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી.

UBER કેબ કંપની ફરી એક વખત વિવાદમાં આવી ગયુ છે. દિલ્લીમાં રહેતી એક મહિલાએ કેબ ડ્રાઈવર પર આરોપ લગાવ્યા છે કે રાઈડ દરમિયાન તેની સાથે જાતિય સતામણી કરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, આ ઘટના દિલ્લીના જનપથ રોડ સ્થિત નેશનલ મ્યૂઝિમના પાસેની છે. મહિલા એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. મહિલાનો આરોપ છે કે જ્યારે તે ઓફિસેથી ઘરે જતી હતી ત્યારે કેબ ડ્રાઈવરે રાઈડ દરમિયાન માસ્ટરબેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

કેબ ડ્રાઈવરની આ હરકતો જોઈ મહિલાએ કેબમાં આવતુ પેનિક બટન જબાવવી દીધુ અને પોલિસને ફોન કરીને બોલીવી લીધી હતી. તે પછી પોલિસે આરોપી કેબ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી. આરોપી ડ્રાઈવરને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્રથમ બનાવ નથી કે જ્યારે કોઈ કેબ ડ્રાઈવર પર મહિલા સાથે જાતિય સતામણીના આરોપ લાગ્યા હોય. તાજેતરમાં જ મુમ્બઈમાં એક કેબ ડ્રાઈવરે તેના સાથી સાથે મળીને એક મહિલાને ટેક્સીમાં ખેંચી લીધી હતી. તે પછી આરોપીઓએ તે મહિલા સાથે રેપ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે સફળ ન રહ્યા. રેપ કરવામાં સફળ ન થયા બાદ તે લોકોએ મહિલાના પૈસા અને મોબાઈલ લૂંટીને તેને હાઈ-વે પર ફેંકીને જતા રહ્યા હતા.

આની પહેલા માર્ચમાં પોલિસે 22 વર્ષના એક કેબ ડ્રાઈવરને મહિનાનુ અપહરણ કરવા અને તેની સાથે જાતીય સતામણી કરવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી. ત્યારે વર્ષ 2014માં ઉબર કેબ ડ્રાઈવર પર મહિલા સાથે રેપ કરવાનો મામલો સામે આવ્યો હતો. આરોપી ડ્રાઈવરે મહિલા નશામાં હોવાનો ફાયદો ઉપાડીને તેની સાથે રેપ કર્યુ હતુ. આ મામલે આરોપી જેલમાં સજા કાપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અવાર-નવાર કેબ ડ્રાઈવર દ્વારા મહિલાઓ સાથે સતામણી કરવાના બનાવો સામે આવતા રહે છે. પરંતુ આ કેબ કંપનીઓ દ્વારા મહિલાઓની સુરક્ષા માચે કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી.

You might also like