Categories: India

“ડ્રાઇવરલેસ મેટ્રો” ટ્રાયલ દરમ્યાન દિવાલ તોડી નીકળી ગઇ બહાર, PM મોદી કરશે ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં મંગળવારનાં રોજ એક ઘણી મોટી દુર્ઘટના સર્જાઇ ગઇ. કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન પર દિલ્હી મેટ્રોની એક ટ્રેન ટેસ્ટીંગ દરમ્યાન એક દિવાલ સાથે ટકરાઇ ગઇ.

આ ટક્કર એટલી તેજ હતી કે ટ્રેન દીવાલ તોડીને બહાર નીકળી ગઇ. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જ જાનહાની સર્જાઇ નથી અને કોઇ ઘાયલ પણ નથી થયું.

એવું જણાવાઇ રહ્યું છે કે આ ડ્રાઇવરલેસ મેટ્રો હતી કે જેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. તમને વધુમાં જણાવી દઇએ કે કુંજ મેટ્રો સ્ટેશન મેજેન્ટા લાઇન પર આવે છે.

આ લાઇનની એસ સેક્શનનું ઉદ્ધાટન 25 ડિસેમ્બરનાં રોજ પીએમ મોદી કરવા જઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે મેજેન્ટા લાઇન બોટેનિકલ ગાર્ડનથી જનકપુરી સુધી બની રહેલ છે. પરંતુ હાલમાં મેટ્રો બોટેનિકલ ગાર્ડનથી લઇને કાલકાજી મંદિર સુધી જશે.

Dhruv Brahmbhatt

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

3 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago