VIDEO: ગુજરાત ATSને મોટી સફળતા, લશ્કરે તોયબાનાં આતંકી બિલાલની ધરપકડ

ગુજરાતઃ ATSને એક મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ પરથી બિલાલ કાવા નામનાં એક આતંકીને ઝડપી પાડયો હતો. બિલાલ કાવા 2000ની સાલમાં લાલ કિલ્લા હુમલાનાં કેસમાં ઘણા સમયથી ફરાર હતો.

આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. બિલાલ કાવા લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં લાલ કિલ્લા પર 22 ડિસેમ્બર 2000નાં રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીનાં ત્રણ લોકો શહીદ થયાં હતાં. આ ઘટનામાં પોલીસે મામલો પણ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમ્યાન કોર્ટે 11 આરોપીઓને દોષી જાહેર કરી દીધાં હતાં.

You might also like